સુરતઃ શહેરના કોચિંગ ઇન્ડસ્ટ્રીના ટીચર્સ દ્વારા નવસારીના સાંસદ સી. આર. પાટીલ નવા આવેદન પત્ર આપી 20 લાખ કરોડના પેકેજમાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રીને પણ રાહત આપવા રજૂઆત કરવામાં આવી હતી.
સુરતઃ 20 લાખ કરોડના પેકેજમાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રીને પણ રાહત આપવા રજૂઆત - લોકડાઉન ન્યૂઝ સુરત
સુરત કોચિંગ ઇન્ડસ્ટ્રીના ટીચર્સ દ્વારા નવસારીના સાંસદ સી. આર. પાટીલ નવા આવેદન પત્ર આપી 20 લાખ કરોડના પેકેજમાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રીને પણ રાહત આપવા રજૂઆત કરવામાં આવી હતી.
કોચિંગ કલાસ ચલાવતા અભિજીત ગહેલોતે જણાવ્યું હતું કે, આજના સમયમાં કોચિંગ ઈન્ડસ્ટ્રીની બે મુખ્ય સમસ્યાઓ છે. પ્રથમ જેમાં દુકાનના ભાડાની સમસ્યા છે, જે હાલ લોકડાઉનમાં ગંભીર થતી જાય છે. કારણ કે, કોચિંગ ઈન્ડસ્ટ્રીમાં એડમિશન વધારે પૂરતા માર્ચ અને એપ્રિલમાં થાય છે. પરંતુ જે રીતે આપણને ખબર છે કે, લોકડાઉન માર્ચથી શરૂ થયો એના લીધે કોઈ પણ એડમિશન થઈ શક્યા નહીં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આથી ટીચર્સને પૈસાની ખૂબ જ તકલીફ થઈ ગઈ છે અને આગળના દિવસો પણ શું થશે, ક્યારે ચાલુ થશે, કેટલા એડમિશન થશે, બધાના ઉપર એક પ્રશ્ન ચીન છે. આથી અમે ગવર્મેન્ટને અપીલ કરીએ છે કે, ટીચર પર ખાસ ધ્યાન આપીને 20 લાખ કરોડના પેકેજમાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રી માટે પણ કંઈ લોનની વ્યવસ્થા કરે જેનાથી આ વરસની સમસ્યાઓનું નિદાન થઇ શકે. નવસારીના સાંસદ સી.આર.પાટીલે અમારી બધી સમસ્યાઓને શાંતિથી સાંભળી અને એમના તરફથી જે થઈ શકે છે તે મદદનો ભરોસો આપ્યો છે.