- ગુજરાતમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ
- ગંભીરતા જોઈ તેને મહામારી જાહેર કરી
- દર્દીઓને ઇન્જેક્શનની કોઈપણ પ્રકારની અછત સર્જાશે નહીં
સુરત:જિલ્લાના એક કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારના નિરીક્ષણ માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે અનેક ચર્ચા વિચારણા થઇ હતી. આ વચ્ચે મને પણ તક મળી હતી. તેમની સાથે વાતચીત કરવા માટે ત્યારે ગુજરાતની સ્થિતિ અંગે તેમને જાણ કરી હતી કે, મ્યુકોરમાઇકોસીસના રોગના ઇન્જેક્શન મળી રહ્યા નથી. જેથી લોકો પોતાની આંખ અને જીવ ગુમાવી રહ્યા છે. લોકોના મનમાં ભય જોવા મળી રહ્યો છે. જેથી ઇન્જેક્શનની જરૂરિયાત છે. વડાપ્રધાન મોદીએ તેમણે કહ્યું હતું કે, આ અંગે તેઓ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સાથે વાતચીત કરે.
આ પણ વાંચો: મ્યુકર માઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી