સુરત: ભારતનો સૌથી પ્રથમ સ્ટીલથી તૈયાર રોડ ગુજરાતના સુરત શહેરમાં નિર્માણ (India's First Steel Road In Surat)પામ્યો છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં રોજ 1200થી વધુ હેવી ટ્રકની અવરજવર હોય છે ત્યાં આ રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. CSRIએ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ (Substitute Natural Aggregate) વાપર્યું છે. આવનારા વર્ષોમાં દેશના રોડ (Roads In Surat)ને મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે.
દેશના રોડને મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે. સ્ટીલના રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ જણાવ્યું હતું કે, આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યું છે. જે અંતર્ગત અમે સ્ટીલના રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમે CSRIની ગાઈડલાઈન મુજબ સુરત હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ (process electric arc furnace steel) તૈયાર કર્યું છે. તેને આ રોડ નિર્માણમાં સફળતાપૂર્વક વાપરવામાં આવ્યું છે.
હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ તૈયાર કર્યું છે. આ પણ વાંચો:Surat road accident: SRP જવાનોની બસને નડ્યો અકસ્માત, 17 જવાનો ઘાયલ
સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તૈયાર
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ 1.2 કિલોમીટર લાંબુ , 6 લેન ડીવાઈડેડ કેરેજ વે રોડ (six lane divided carriageway) છે. જેમાં એક હજારથી બારસો જેટલી ટ્રકો પ્રતિદિવસ અવર-જવર કરતી હોય છે. આ રોડના નિર્માણમાં અમે 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ (waste to wealth mission) અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પ્રતિવર્ષ જનરેટ થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઇ સ્ટીલ ઇન્ડસ્ટ્રી કન્શન હોય છે.
નેચર એગ્રીગેટની જરૂરુરિયાત રોડ નિર્માણ માટે ઓછી થશે
તાકાત અને ગુણવત્તા નેચર એગ્રીગેટથી તૈયાર રોડની બરાબર. તેઓએ વધુમાં કહ્યું હતું કે, ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસી (national steel policy of india)ની વાત કરવામાં આવે તો વર્ષ 2030 સુધી 300 મિલિયન ટન પ્રોડક્શન રહેવાની શક્યતાઓ છે. જ્યારે આટલી મોટી માત્રામાં સ્ટીલ જનરેટ થશે તો અમારી પાસે 45 મિલિયન ટન સ્ટીલ સ્લેક ભારતમાં જનરેટ થશે. આટલી મોટી માત્રામાં સ્લેકને યુટીલાઈઝ કરવા માટે મોટી ચેલેન્જિંગ ટાસ્ક હશે, પરંતુ જો સ્ટીલ સ્લેગ તૈયાર એગ્રીગેટથી સ્ટીલ રોડમાં નિર્માણ કરવામાં આવે તો અમે આ સ્લેગ સફળતા પૂર્ણ ઉપયોગ કરી શકીશું. જેથી અમને નેચર એગ્રીગેટની જરૂરુરિયાત રોડ નિર્માણ માટે ઓછી થશે. બીજી બાજુ અમે સારી કવોલિટીના રોડનું નિર્માણ કરી શકીશું.
આ પણ વાંચો:Dabhari Beach Surat: ડભારી દરિયા કિનારે જતા રસ્તાનું પૂર્ણેશ મોદીએ કર્યું ખાતમુહૂર્ત
30 ટકા થિકનેસ ઓછી કરી
નેચર એગ્રીગેટથી તૈયાર રોડની બરાબર તેઓએ જણાવ્યું હતું કે, હાલ જે સુરત ખાતે રોડ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં 30 ટકા થિકનેસ ઓછી કરી છે. એની જે તાકાત અને ગુણવત્તા છે તે નેચર એગ્રીગેટથી તૈયાર રોડની બરાબર છે. એક વર્ષથી ટ્રાફિકની અવર જવર છે અને હાલ પણ એમાં કોઈ ખામી આવી નથી. આ એક પુટ રોડ છે, જેની ઉપર હેવી વ્હિકલ જે 20થી 22 ટન પસાર થાય છે તેમ છતાં મજબૂત છે.