ગુજરાત

gujarat

ETV Bharat / city

સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું? - cyber crime incidents

જો તમે કોઈ ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોવ કે હાલમાં જ ઉપયોગકર્તા થયા હોવ તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. જો વોટ્સએપમાં પણ કોઇ ડેટિંગ એપ્લિકેશનની લિંક મોકલે તો તરત જ ચેતી જશો. કારણ કે આ ડેટિંગ એપ્સ સાયબર ક્રાઇમનો નવો અડ્ડો બની ગઈ છે. દિવસેને દિવસે અનેક લોકો ડેટિંગ એપ વડે સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે.

સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું?
સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું?

By

Published : Dec 4, 2020, 5:27 PM IST

Updated : Dec 4, 2020, 8:44 PM IST

  • ડેટિંગ એપ્લિકેશનથી સાવધાન!
  • મોબાઇલ ડેટિંગ એપ્લિકેશન છે સાયબર ક્રાઇમનો અડ્ડો
  • ચેટિંગના સ્ક્રીનશોટ પાડી થાય છે બ્લેકમેઇલિંગ

સુરત : હાલના સમયમાં ડેટીંગ એપ્સની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. સાયબર ક્રિમિનલ્સ લોકોને તેમની જાળમાં ફસાવવા ડેટીંગ એપ્સ અથવા ફેસબુક ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલશે અને જો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો તો તેઓ તમારી સાથે ચેટિંગ કરવાનું શરૂ કરશે. તેઓ તમને વીડિયો ચેટિંગ માટે પ્રોત્સાહિત કરશે અને જો તમે વીડિયો ચેટિંગ કરશો તો તેઓ તમારી સાથે ઓફ સીન વીડિયો ચેટિંગ શરૂ કરશે. બાદમાં આ ઓફસીન ચેટનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી વીડિયો બનાવાશે અને તમને લિંક મોકલી બ્લેકમેલિંગ કરવાનું શરૂ થઇ જશે.

ફક્ત યુવતીઓ જ નહિ, બેન્ક કર્મચારી, કાપડના વેપારી પણ બન્યા શિકાર

કોરોના કાળમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સુરતમાં ખૂબ જ વધી ગયા છે. સુરતના વકીલ વિનય ટેલરે જણાવ્યું હતું કે, તેમના બે કલાઈન્ટ સાથે આવી ઘટના બની છે. ક્રિમિનલ દ્વારા તેમને વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે કે તેમની તસવીર અને વીડિયો વાઇરલ કરી દેવામાં આવશે. મહિલાના નામે ફેસબુક પરથી તેમને રિકવેસ્ટ મોકલવામાં આવી હતી જેમાંથી આખું કાવતરું રચવામાં આવ્યું અને આસામના મોબાઈલ નંબરથી હવે પીડિતને ખંડણીની માગ કરી હેરાન- પરેશાન કરવામાં આવે છે.

સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું?
આત્મહત્યાનો વિચાર આવે છે

સાયબર ક્રાઇમનો શિકાર બનેલા સુરતના એક બેંક કર્મચારીએ જણાવ્યું હતું કે, તેને આટલી હદે બ્લેકમેઈલિંગ કરવામાં આવી રહ્યો છે કે તે પોતાના પરિવારને પણ કહી શકે એમ નથી. પ્રતિષ્ઠાના પ્રશ્નો ઊભો થતા એવું લાગે છે કે આપઘાત કરી લેેવો સારો.. મારી જ જાતિની અટક ધરાવતી યુવતીએ ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી હતી જેથી જાણીતી લાગતા મે રિક્વેસ્ટ સ્વીકારી હતી. છેલ્લે ખબર પડી કે તે ફેક આઈડી હતી અને અનેક ઓફસીન ચેના સ્ક્રીનશોટ રેકોર્ડ કરી મને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે.

કેવી રીતે બચી શકાય?

સુરતના પ્રથમ સાઈબર એડવોકેટ સ્નેહલ વકીલનાએ આ અંગે ઇટીવી ભારતને માહિતી આપી હતી કે જો કોઇને સામેથી ડેટીંગ એપની લિંક આવે તો તેની ઉપર ક્લિક ન કરશો. કોઇપણ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા સો વખત વિચાર કરવો જરૂરી છે. અને જો તમે ભોગ બન્યા હોવ તો તેને છુપાવવા કરતા સાયબર સેલની મદદ અથવા પોલીસની મદદ લેવી જરૂરી છે. જો તમે લિંકને ક્લિક કરી હોય અને તમારી સાથે આવી કોઈ ઘટના બની હોય તો જે લિંક મોકલવામાં આવી હોય તેને કોપી કરી અરજીમાં લખીને પોલીસને આપો અથવા તો કોઈ સાઈબર ક્રાઈમ સેલને આ અંગે જાણકારી આપવી. સાથે કોઇપણ પ્રાઇવેટ સાયબર ક્રાઇમ એક્સપર્ટની મદદ મેળવી શકો છો. જો બ્લેકમેઇલિંગ કર્યું હોય તો તે માટે જે લિંક મોકલવામાં આવી હશે તેનું આઈપી એડ્રેસ મેળવી તપાસ એજન્સી તેની ઓળખ કરી શકશે અને અન્ય લોકો પણ તેમનો શિકાર બનતા અટકી જશે.

સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું?

ઇન્ટરનેટ કૉલથી પણ બ્લેકમેઇલિંગ થાય છે

ઘણી વખત ક્રિમિનલ્સ ઈન્ટરનેટ કોલ કરતા હોય છે. ઇન્ટરનેટ કોલ થકી પણ તેઓ ઓપરેટ કરી શકે છે અને અનેકવાર લોકલ નંબર પણ સાયબર ક્રિમિનલ્સ વાપરતા હોય છે. આ નંબર પણ તપાસ એજન્સીને આપી લોકોની ઓળખ કરી શકાય છે. આ ઉપરાંત જો તે વ્હોટ્સએપ ઉપર તમને બ્લેકમેલ કરતા હોય તો વોટ્સઅપના 'કોન્ટેક્ટ અસ' માં જઈ હેલ્પ ડેસ્કમાં સ્ક્રીન શોટ સાથે આ વ્યક્તિની ફરિયાદ વોટ્સઅપમાં કરશો તો તેનો નંબર પણ બ્લોક થઈ શકે છે.

કોરોના કાળમાં વધ્યું સાયબર ક્રાઇમ

સ્નેહલ વકીલનાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સાયબર ક્રાઇમના બનાવોમાં ઘણો વધારો થયો છે. કારણકે લોકડાઉન દરમિયાન મોટાભાગે લોકો પોતાના ઘરે હતા અને ગેજેટ્સનો મહત્તમ વપરાશ કરી રહ્યા હતા. જેથી સામેથી ડેટિંગ એપની લિંક મોબાઈલ અને ઇમેલ થકી આવવાની શરૂ થઈ ગઈ હતી. સાયબર ક્રિમિનલ્સ પોતાના બદઈરાદાને પૂર્ણ કરવા ટીન્ડર, બમ્બલ વગેરે જેવી અનેક એપ્લિકેશનના માધ્યમથી શિકાર શોધી બ્લેકમેલ કરી રહ્યા છે. સાઈબર એક્સપર્ટ મુજબ હાલ આ સમયગાળામાં 80 ટકા આવા સાયબર કેસો સામે આવી રહ્યા છે. જેથી આવી અઢળક ડેટિંગ એપ્લિકેશનથી બની શકે તેટલું દૂર રહેવા માટે સાઈબર એક્સપર્ટ જણાવી રહ્યા છે.

સાયબર કાયદામાં જોગવાઈ

કાયદાની જોગવાઈની વાત કરવામાં આવે તો આ પ્રકારના અપરાધ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની કલમ 67 અને 67(A)હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: સાવધાન, વૉટ્સએપ પણ થઈ શકે છે આ રીતે હેક

Last Updated : Dec 4, 2020, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details