ગુજરાત

gujarat

ETV Bharat / city

કોની બેદરકારી: ફિટનેસ સર્ટિફિકેટ હોવા છતાં બસમાં આગની ઘટનામાં વધારો

સુરતમાં બે બસમાં ટેક્નિકલ પ્રોબ્લેમનાં કારણે આગની ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું. સુરતમાં એક જ અઠવાડિયામાં બે બસમાં આગ (Surat fire in bus) લાગવાની ઘટનામાં ફિટનેસ સર્ટિફિકેટ (vehicle fitness certificate) છે, તો આગ કઇ રીતે લાગી શકે છે. આવા ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. RTO અધિકારીઓની કોઈ બેદરકારી કાંતો પછી ચલાવનાર બસ ડ્રાઇવર કે માલિકીનીએ તપાસનો વિષય.

કોની બેદરકારી: ફિટનેસ સર્ટિફિકેટ હોવા છતાં બસમાં આગની ઘટનામાં વધારો
કોની બેદરકારી: ફિટનેસ સર્ટિફિકેટ હોવા છતાં બસમાં આગની ઘટનામાં વધારો

By

Published : Jan 24, 2022, 9:35 PM IST

સુરત: શહેરમાં એક જ અઠવાડિયામાં બે બસમાં ટેક્નિકલ રીતે આગ (Surat fire in bus) લાગી હતી. એમાં એક કાપોદ્રા વિસ્તારમાં બસમાં આગલાગવાની ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને એક મહિલાનું મોત થયું હતું. આ આગ બસમાં AC બોનેટ ફાટવાથી લાગી હતી એ જ ઘટનાનાં ત્રીજા દિવસે શહેરના છેવાડે આવેલ મોરગામ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ખાલી જગ્યા ઉપર પાર્કિંગ થયેલી બસમાં આગ લાગી હતી. જો કે, આમાં કોઈ જાનહાની થઇ ન હતી, પરંતુ આગ સેના કારણે લાગી હતી તે બહાર આવ્યું ન હતું.

ફિટનેસ સર્ટિફિકેટ હોય તેમ છતાં આગની ઘટનાઓ?

જોકે આ બસમાં આગ લગાવની ઘટનાઓ ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે. સૂત્રો મુજબ બસ ઘણા સમયથી ત્યાં જ ઉભી હતી અને એમાં એકા એક આગ લાગવી એ ઘણા સવાલો ઉભા કરી રહી છે. આ રીતે એક જ અઠવાડિયામાં બે બસમાં આગની ઘટનામાં શું બસનું ફિટનેસ સર્ટિફિકેટ (vehicle fitness certificate) હતું કે નહી, તે RTO અધિરકારીઓનો તપાસનો વિષય છે. શું આ બસોમાં ફિટનેસ સર્ટિફિકેટ હોય તેમ છતાં આગ જેવી ઘટનાઓ બનતી રહે છે.

આ પણ વાંચો:Rubber Girl Surat: સુરતની 'રબર ગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત

કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે

આ બાબતે સુરત RTO અધિકારી (Surat rto officer)હાર્દિક પટેલે જણાવ્યુ કે, સુરતમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવનાર માહિતી મુજબ અહીં રોજે રોજ બસનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. સુરતમાં 600 જેટલી બસ છે. સ્કૂલ બસ, BRTS બસ અને અન્ય બસોં આ તમામ બસ સર્ટિફિકેટ હોય જ કેમ કે તેના વગર બસ રસ્તાઓ ઉપર દોડી જ નઈ શકે. જેમ કે તમે આજે નવી બસની ખરીદી કરો છો 20થી 22 લાખની બસ જે બસની ઉંમર 8 વર્ષની હોય છે. તે બસ ને બે વર્ષ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલે કે 8 વર્ષમાં 4 વખત ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને જો એ બસ વધુ એક વર્ષ માટે દોડાવી હોય તો તેને એક જ વર્ષનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. અધિકારી બસનાં અંદરનું જોડાણ, વાયરિંગ, સ્વિચ, લાઈટ વગેરે જે નિયમમાં ઓકે હોય તો જ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

આ પણ વાંચો:National Family Health Survey: રાજ્યમાં દર હજાર બાળકોએ 955 બાળકીઓ

આજ દિન સુધી અમારી ST બસમાં આગ નથી લાગી

આ બાબતે સુરત ST બસના અધિકારી (surat st bus officer) સંજય જોશીએ જણાવ્યુ હતું કે, અમારી પાસે કુલ 500 બસ છે. એ તમામ બસમાં ફિટનેસ સર્ટિફિકેટ છે. કોઈ પણ બસ અમારી પાસે ખટારા હાલતમાં જોવા મળશે નહિ. બસનો જે સમયગાળો હોય તે સમય પેહલા બસ ખટારા થઇ હોય તો તેના માટે અહીં જ અમારા બસ હેડક્વાર્ટરમાં ગેરેજમાં મુકવામાં આવે છે. આજ દિન સુધી અમારી ST બસમાં આગ નથી લાગી. હા કોઈએ બસમાં આગ લગાવી હોય તો તે અલગ વાત છે. અમારી પાસે બધી જ બસનું સર્ટિફિકેટ છે. તમામ બસ ઓકે છે.

ABOUT THE AUTHOR

...view details