ગુજરાત

gujarat

ETV Bharat / city

વરસાદ લાવ્યો આફત, પાણીજન્ય રોગમાં વધારો થતાં હોસ્પિટલોમાં લાગી લાંબી લાઈન - Distribution of calling tablet in Surat

સુરત શહેરમાં વરસાદી પાણીના કારણે (Heavy Rain in Surat) તાવ, ઝાડા ઊલટી, મલેરિયા સહિતના દર્દીઓમાં વધારો (Increase in waterborne diseases in Surat) થયો છે. આના કાણે ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ ગઈ છે.

વરસાદ લાવ્યો આફત, પાણીજન્ય રોગમાં વધારો થતાં હોસ્પિટલોમાં લાગી લાંબી લાઈન
વરસાદ લાવ્યો આફત, પાણીજન્ય રોગમાં વધારો થતાં હોસ્પિટલોમાં લાગી લાંબી લાઈન

By

Published : Jul 12, 2022, 3:09 PM IST

સુરતઃ શહેરમાં વરસાદી પાણી રાહત અને આફત બંને લઈને (Heavy Rain in Surat) આવ્યું છે. કારણ કે, શહેરમાં વરસાદી પાણીના કારણે તાવ, ઝાડા-ઊલટી, મલેરિયા, ડેન્ગ્યૂના દર્દીઓમાં વધારો (Increase in waterborne diseases in Surat) થયો છે. આના કારણે સિવિલની સાથે SMC આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલ-ક્લિનિકો દર્દીઓથી ઊભરાઈ ગઈ છે. આ તમામ રોગોમાં ગયા જૂન મહિના કરતાં આ વર્ષે આ રોગોમાં વધારો થયો છે.

પાણીજન્ય રોગમાં થયો ધરખમ વધારો, હોસ્પિટલોમાં લાગી લાંબી લાઈન

પાણીજન્ય રોગોમાં પણમાં વધારો -સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી (Heavy Rain in Surat) રહ્યો છે. આના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. બીજી તરફ પાણીજન્ય રોગોમાં પણમાં (Increase in waterborne diseases in Surat) વધારો થયો છે. એટલે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દોડતી (Surat Municipal Corporation Health Team in Action) થઈ છે. તથા આ રોગોને નિયંત્રણમાં રાખવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દર્દીઓની લાંબી લાઈન

ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો નથી થયો -શહેરમાં પાણીજન્ય રોગો (Increase in waterborne diseases in Surat) સામે આરોગ્યની ટીમ (Surat Municipal Corporation Health Team in Action) સર્વેલન્સની કામગીરી, તાત્કાલિક નિદાન અને સારવારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ગયા વવર્ષ કરતા આ વર્ષની સરખામણી કરીએ તો, ગયા વર્ષે જૂન મહિનામાં ગેસ્ટ્રોનાના 51 જેટલા કેસ નોંધાયા હતા. તો આ વર્ષે ગેસ્ટ્રોના કેસમાં વધારો થયો છે. આ વર્ષે જૂન મહિનામાં ગેસ્ટ્રોના કુલ 92 જેટલા કેસ નોંધાયા છે.

હોસ્પિટલોમાં દર્દીઓનો જમાવડો

ડાયેરિયાના કેસ પણ વધ્યા - મલેરિયાના કેસની વાત કરીએ તો, ગયા જૂન મહિનામાં મેલેરિયાના 54 જેટલા કેસ નોંધાયા હતા. ત્યારે આ વર્ષે 42 જેટલા કેસ નોંધાયા છે. તો ગઈ જુલાઈ મહિનામાં ડાયેરિયાના 75થી 80 જેટલા કેસ નોંધાયા હતા. તો આ વર્ષે જુલાઈ મહિનામાં છેલ્લા 10 દિવસમાં 16 જેટલા કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગત જુલાઈ મહિનામાં મલેરિયાના કુલ 140 જેટલા કેસો નોંધાયા હતા. તો આ વર્ષે જુલાઈ મહિનામાં મેલેરિયાના છેલ્લા 10 દિવસમાં 18 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો નથી.

પાણીજન્ય રોગમાં થયો ધરખમ વધારો

આ પણ વાંચો-રાજ્યમાં મેઘ 'કહેર', રાજ્યપ્રધાને કરી સમીક્ષા, ગામડાઓમાં વીજળી આવતા હજી લાગશે 2 દિવસ

લિંબાયત, ઉધના, વરાછા ઝોને વિસ્તારોમાં કેસ વધુ-શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ (Surat Municipal Corporation Health Team in Action) દ્વારા જે પણ પ્રાઈમરી ડિપાર્ટમેન્ટ છે. કાં તો જે વિસ્તારમાં વધુ કેસ મળી આવે છે. જેમ કે, શહેરના લિંબાયત, ઉધના, વરાછા ઝોને વિસ્તારોમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. તે વિસ્તારોમાં કામગીરીની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે. જે પણ મચ્છરના બ્લિડીંગ હોય. તેને તાત્કાલિક નાશ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો-ક્યાંક નદીની નજીક ન જવા આદેશ, તો ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા

દર્દીના તાત્કાલિક લેવાય છે સેમ્પલ -આ ઉપરાંત જે પણ તાવના દર્દીઓ હોય તેમના સેમ્પલ લેવામાં આવે છે અને જો તેમના સેમ્પલ પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. સાથે જ ગેસ્ટ્રોના કેસ માટે પણ આરોગ્યની ટીમે સરવે હાથ ધર્યો છે. તો જનજાગૃતિના અભિયાન માટે કોલિંગ ટેબલેટનું વિતરણ (Distribution of calling tablet in Surat) કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પીવાના પાણીનું પણ ચકાસણી કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details