- સુરતમાં કોરોનાને માત આપી સજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો
- પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 92 ટકા
- સુરતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે
સુરત: કોરોના કહેર વચ્ચે સુરતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કોરોનાને માત આપી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 92 ટકા થયો છે. ધીમે ધીમે સુરતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો હોય તેવું સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે. તેઓએ શહેરીજનોને તકેદારી રાખવા સૂચના પણ આપી છે. યુરોપિયન દેશોમાં કોરોના બીજીવાર કહેર પ્રસરાવી રહ્યો છે તેવું સુરતમાં ન બને.
સુરતમાં રિકવરી રેટમાં વધારો મૃત્યુઆંકમાં ઘટાડો
સુરતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા. ખાસ કરીને સુરતના ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકોમાં વધારે કોરોના પોઝિટિવ કેસો જોવા મળી રહ્યા હતા. પરંતુ તંત્રની ભારે મહેનત બાદ હવે આ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ પણ વધ્યો છે. સુરતમાં હાલ પોઝિટિવ દર્દીઓ જે સાજા થયા છે. તેનો રિકવરી રેટ 91.7 ટકા થયો છે. સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે.