ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના જ્વેલર્સ પર આક્ષેપ કરનાર BJP નેતાના ઘરે ઇન્કમટેક્સની રેડ, નેતા બેસ્યા ધરણા પર - Income tax raid at BJP leader'

શહેરના ભાજપના નેતાએ સુરતના જવેલર્સ પર કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના કરેલા ટ્વિટથી ખળભળાટ મચ્યો છે. ભાજપના નેતાનો આક્ષેપ છે કે, નોટબંધી દરમિયાન જવેલર્સ દ્રારા 110 કરોડ રુપિયા બેંકમાં ડિપોઝીટ કરવામાં આવ્યા હતા.

સુરતના જ્વેર્લ્સ ઉપર ગંભીર આરોપ
સુરતના જ્વેર્લ્સ ઉપર ગંભીર આરોપ

By

Published : Oct 22, 2020, 10:25 AM IST

  • સુરતનાં જ્વેલર્સના ઘરે ITના દરોડા
  • નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ
  • PVS શર્મા ઘર બહાર ધરણા પર બેઠા

સુરત : ભાજપના ઉપાધ્યક્ષ PVS શર્મા દ્વારા જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીને ફરિયાદ કરવાના પ્રકરણમાં ભાજપના નેતા શર્માના ઘરે ઇન્કમટેક્સના અધિકારીઓએ મોડી રાત્રે તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ શર્માનો ફોન જપ્ત કરી લેતા વહેલી સવારે શર્મા મોબાઈલની માંગણી સાથે ઘરની બહાર ધરણા પર બેસી ગયા હતા.

સુરતના કલામંદિર જ્વેલર્સ સામે ગંભીર આરોપ

ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ સુરતના કલામંદિર જ્વેલર્સ સામે ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, નોટબંધીના સમયે જ્વેલર્સ 110 કરોડ બેંકમાં ડિપોઝિટ કર્યા હતા, પરંતુ ઓછું ટેકસ ભરી કાળા નાણાને વાઈટ કરવામાં આવ્યા આ મુદ્દે તેઓએ નાણા પ્રધાન અને વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું.

સુરતના કલામંદિર જ્વેલર્સ સામે ગંભીર આરોપ

ભાજપના ઉપાધ્યક્ષ શર્માના ઘરે ઇન્કમટેક્ષના અધિકારીઓના ધામા

આ ટ્વીટને ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કર્યું હતું. આરોપ પ્રત્યારોપ વચ્ચે મોડી રાતે ભાજપના ઉપાધ્યક્ષ શર્માના ઘરે ઇન્કમટેક્ષના અધિકારીઓ ધામા બોલી તપાસ શરૂ કરી હતી.આશરે આઠ કલાકથી આ તપાસ ચાલી રહી છે. ઇન્કમટેક્ષના અધિકારીઓએ શર્માનો ફોન જપ્ત કર્યો છે. જેના વિરોધમાં શર્માએ જ્યાં સુધી મોબાઈલ ફોન નહીં મળે ત્યાં સુધી ઘરની બહાર ધરણા કરવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details