- સુરત બની રહ્યું છે ધાર્મિક કાપડ બનાવવાનું હબ
- ભગવાનના વાઘા બનાવવામાં વપરાય છે કાપડ
- સસ્તું મળતું હોવાથી દુનિયાભરમાં જાય છે આ કાપડ
સુરતઃ શિરડીના સાંઇબાબા, તિરૂપતિ બાલાજી, પંજાબના ગુરુદ્વારા, વૃંદાવન દેશના તમામ સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણોદેવી માતાને જે પણ પરિધાન અર્પણ કરવામાં આવતું હોય છે તે સુરતથી જાય છે. ધીમે ધીમે સુરત ધાર્મિક કાપડ બનાવવાનો એક હબ બની રહ્યું છે. રીંગરોડ કાપડ માર્કેટમાં અનેક દુકાનોએ હવે ધાર્મિક આયોજનો અને ભગવાનના પરિધાનો રાખવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં વર્ષોથી ધાર્મિક પરિધાનોનો વેપાર કરનાર હરેશ લાલવાણીએ જણાવ્યું હતું કે, દેશભરના મોટા મંદિરો ઉપરાંત વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ગુરુદ્વારા તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર તેમના ત્યાંથી કાપડ જતું હોય છે. વિદેશમાં રહેતા લોકોને આ કાપડ સસ્તું મળી જતું હોય છે જેની કિંમત સો રૂપિયાથી લઇ 300 રૂપિયા મીટર સુધીની હોય છે
- જરી અને એમ્બ્રોઇડરી કરાયેલા પરિધાનો વિદેશમાં મોકલાય છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ શિયાળાના સિઝનમાં માર્બલ કાપડના પરિધાન ભગવાન માટે ડિમાન્ડમાં હોય છે. અહીં દરેક પ્રકારના જરી અને એમ્બ્રોઇડરી કરાયેલા પરિધાનો વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. ખાસ કરીને કેનેડા,અમેરિકા અને યુ.કે.માં રહેતા ભારતીય મૂળના લોકો આપણા પરિધાન મગાવે છે. અનેક સ્થળે રો મટીરીયલ મોકલવામાં આવે છે. જ્યાં સ્થાનિક કારીગરો જરદોશની કારીગરી કાપડ પર કરે છે.
- જેકાર્ડ મશીનથી બનાવવામાં આવેલા પરિધાનની પણ હાલ ડિમાન્ડ