ગુજરાત

gujarat

By

Published : Apr 23, 2021, 2:20 PM IST

Updated : Apr 23, 2021, 6:09 PM IST

ETV Bharat / city

કોરોના મહામારીમાં ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર પણ રિયલ લાઈફ હિરો

દેશમાં ફેલાયીલી મહામારીને રોકવા માટે બધા લોકો પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે. વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા માટે સ્યંભૂ લોકડાઉન કરી રહ્યા છે તો ડોક્ટર્સ પણ હોસ્પિટલમાં લોકોના જીવ બચાવવા દિવસ રાત એક કરી રહ્યા છે. કોરોનાની બીજી વેવમાં કોરોના દર્દીઓને ઓક્સિજનની મોટી માત્રમાં જરૂર પડી રહી છે અને તેની કમી આખા દેશમાં જોવા મળી રહી છે. સુરત શહેરમાં ઓક્સિજન જામનગરથી મંગાવવામાં આવે છે. ઓક્સિજન ટેન્કના ટ્રકનો ડ્રાઈવર સતત 18 કલાકનું ડ્રાઈવ કરી ઓક્સિજન સુરત પહોંચાડે છે.

surat
કોરોના મહામારીમાં ઓક્સિજન ટેન્કના ટ્રક ચલાવતો ડ્રાઈવર પણ રીયલ લાઈફ હિરો

  • જામનગરથી સુરત પહોંચાડવામાં આવે છે ઓક્સિજન
  • ઓક્સિજન ટેન્કના ટ્રકનો ડ્રાઈવર પણ હિરો
  • 18 કલાક ડ્રાઈવ કરી સમયસર પહોંચાડે છે ઓક્સિજન

સુરત: જ્યારથી કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારથી જ ઓક્સિજનની અછત સર્જાઈ છે.આ ઓક્સિજનની અછત દૂર કરવા માટે શહેરની એજન્સીઓ જામનગર રિફાઇનરીથી ઓક્સિજન મંગાવી રહી છે. સુરતથી 700 કિલોમીટર દૂર ઓક્સિજન મંગાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન માટે વલખા મારી રહેલા દર્દીઓ માટે આ કેટલો ઉપયોગી છે એ વાત ડોક્ટર જ નથી પરંતુ મેડિકલ ઓક્સિજનનો ટેન્કર ચલાવનાર ડ્રાઇવર પણ સમજે છે આજ કારણ છે કે સતત 18 કલાક સુધી ટેન્કરનો ડ્રાઇવર ટેન્કર ચલાવી રહ્યો છે અને સુરત આવ્યા પછી જ તે આરામ કરે છે.

જામનગરથી મંગાવામાં આવે છે ઓક્સિજન

સુરતનો ઓક્સિજનની અછતના કારણે જે સમસ્યા ઉત્પન્ન થઇ છે તેને દૂર કરવા માટે સુરતની ઓક્સિજન સપ્લાય કરનાર એજન્સી હવે જામનગર રિફાઇનરીથી 16 ટન ઓક્સિજન મંગાવી રહી છે. અગાઉ ઓક્સિજન હજીરાના પ્લાન્ટમાંથી મેળવવામાં આવતો હતો પરંતુ અચાનક જ ઓક્સિજનની ભારે ડિમાન્ડના કારણે હવે સુરતમાં ઓક્સિજન જામનગર રિફાઇનરીમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી ઓક્સિજન ટેન્કરમાં ભરી સુરત લઇ આવવામાં આવે છે. આ ટેન્કર ચલાવનાર ડ્રાઇવર સંત પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે સુરતમાં હાલ જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી તે સતત 18 કલાક સુધી ડ્રાઇવિંગ કરે છે જેથી સમયસર લોકોને ઓક્સિજન મળી રહે.

કોરોના મહામારીમાં ઓક્સિજન ટેન્કના ટ્રક ચલાવતો ડ્રાઈવર પણ રીયલ લાઈફ હિરો

આ પણ વાંચો :સગર્ભાવસ્થા મુસ્લિમ નર્સ રોજા રાખી દર્દીઓની કરી રહી છે સેવા


પાંચ વર્ષથી ડ્રાઇવિંગ કરું છું પરંતુ આવી પરિસ્થિતિમાં ક્યારે ડ્રાઈવિંગ કર્યું નથી

તેણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે આવી પરિસ્થિતિમાં ડોક્ટર પોલીસ અને ફ્રન્ટલાઈન લોકોની સેવા કાર્યરત છે. ક્યારે પણ તેણે આવી રીતે ડ્રાઈવિંગ કર્યું નથી પરંતુ હાલ જે રીતે સુરતમાં ઓક્સીજનની જરૂરિયાત છે ત્યારે દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહે એ માટે સતત 18 કલાક સુધી ડ્રાઇવિંગ કરું છું તેને જણાવ્યું હતું કે આ ઓક્સિજન પોંહ્ચાડવા માટે ભારે પ્રેશર હોય છે છેલ્લા પાંચ વર્ષથી ડ્રાઇવિંગ કરું છું પરંતુ આવી પરિસ્થિતિમાં ક્યારે ડ્રાઈવિંગ કર્યું નથી..

Last Updated : Apr 23, 2021, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details