- એક તરફી પ્રેમમાં પાગલ યુવાનનું કારસ્તાન
- યુવતી સાથે સગાઇ ન થતા ઉશ્કેરાઈ કર્યુ કૃત્ય
- સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
એકતરફી પ્રેમમાં પાગલ એન્જિનિયરે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બેનને કર્યા બિભત્સ મેસેજ
યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ એન્જિનિયરે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા.આખરે ફરિયાદ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આણંદના એન્જિનિયરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: શહેરના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની જ બહેનને મેસેજ કરનાર આણંદના એન્જિનિયરિંગ યુવાનની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, યુવાન યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. એકાઉન્ટ મામલે યુવતીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે યુવાનની ધરપરડ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ,યુવતી સાથે સગાઇ ન થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને આ કારસ્તાન કર્યું હતું.