ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન કરી નવું જીવન આપ્યું - Ahmedabad

એક ફિલ્મનું ગીત છે કે 'ફૂલો કા તારો કા સબ કા કહેના હૈ એક હઝારો મેં મેરી બહેના હૈ'. બસ, આ જ પંક્તિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે સુરતમાં. સુરતમાં સગી મોટી બહેને પોતાની નાની બહેનને કિડનીનું દાન કરી તેને નવું જીવન આપ્યું છે. બહેનની 7 વર્ષીય દિકરી માતા વિહોણી ન થઈ જાય તે માટે મોટી બહેને હસતા હસતા તેની એક કિડની નાની બહેનને દાન કરી દીધી.

સુરતમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન કરી નવું જીવન આપ્યું
સુરતમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન કરી નવું જીવન આપ્યું

By

Published : Mar 17, 2021, 4:17 PM IST

  • સુરતમાં 41 વર્ષીય દમયંતીબેન અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ
  • 7 વર્ષીય બાળકી માતા વિહોણી ન રહી જાય તે માટે બહેનને કિડની આપી દાનમાં
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું, બંને બહેનો સ્વસ્થ

આ પણ વાંચોઃવિશ્વ કિડની દિવસઃ ETV Bharat અને સુરતની ડોનેટ લાઈફ સંસ્થાને કારણે ધ્રુતી પોતાને કિડની આપનારા પરિવારને મળી શકી

સુરતઃ આજના યુગમાં જ્યારે ભાઈ-બહેનો વચ્ચે વિવાદ અને ઝઘડાના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરતમાં એક એવો અનોખો કિસ્સો બન્યો છે, જેમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન આપીને તેને નવજીવન આપ્યું છે. બહેનની 7 વર્ષીય દિકરી માતા વિહોણી ના બને એ માટે સગી બહેને બહેન ને કિડની દાન કરી છે.

સુરતમાં 41 વર્ષીય દમયંતીબેન અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ

41 વર્ષીય મોટી બહેને પોતાની ચિંતા કર્યા વગર નાની બહેનને કિડની આપી

મૂળ સૌરાષ્ટ્રના અને અમરોલીમાં રહેતા 36 વર્ષીય ધર્મિષ્ઠાબેનની દોઢ વર્ષથી કિડનીની દવા ચાલુ હતી. બે મહિના પહેલાં જ તેમની બંને કિડની ફેઈલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટરે પરિવારના સભ્યોને કિડનીનો ટ્રાન્સ્પાલન્ટ કરવા જણાવ્યું હતું. જોકે, એ સમયે પોતાની નાની બહેનનો જીવ બચાવવા 41 વર્ષીય સગી મોટી બહેન દમયંતીબેને તેને કિડની આપવાનું નક્કી કર્યું. એક સપ્તાહ અગાઉ જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, હાલમાં બંને બહેનોની તબિયત સારી છે.

આ પણ વાંચોઃવેલેન્ટાઈન દિવસની પત્નીને ભેટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી

એક બહેન બીજી બહેનને કિડની ડોનેટ કરે તે પહેલો કિસ્સો

હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યાનુસાર, એક બહેને બીજી બહેનને કિડની આપી તેનો જીવ બચાવ્યો હોય તેવો આ લગભગ પ્રથમ કિસ્સો છે. કિડની ડોનેટ કરીને દમયંતીબેન પોતાના કતારગામ સ્થિત ઘરે આવી ગયા છે. જ્યારે ધર્મિષ્ઠાબેન દોઢ મહિના માટે મકાન ભાડે રહી અમદાવાદ જ રહેશે. આથી તેમની તપાસમાં સરળતા રહે. તેઓને પરિવારમાં એક દીકરી,દીકરો,પતિ અને સાસુ-સસરા છે.


7 વર્ષની દીકરીએ તેને એક વાર કહ્યું હતું કે, મમ્મી તું મારી એક કિડની લઈ લે આપણે સાથે જીવીશું

કિડની આપનારા દમયંતીબેને જણાવ્યું હતું કે, મારી નાની બહેનની 7 વર્ષની દીકરીએ તેને એક વાર કહ્યું હતું કે, મમ્મી તું મારી એક કિડની લઈ લે આપણે સાથે જીવીશું. નાની ઉંમરે તેની આ વિચારસરણી જોઈને મારી બહેનને કિડની આપવાનો નિર્ણય કર્યો હતો. મારા પતિ સહિત પરિવારના દરેક વ્યક્તિએ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. એક જીવનમાંથી બે જીવન થયાની ખુશી ખૂબ જ વધારે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટના ઉદાહરણો આપીને અમને કિડની દાન કરવા પ્રોત્સાહિત કર્યા

દમયંતીબેનના પતિ અશોકભાઈએ જણાવ્યું હતું કે, દરેક તબક્કે ડોક્ટરની સલાહ સૂચન બાદ જ અત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે. હાલ બંને બહેનોની તબિયત સારી છે. અમારા સ્વજનોએ અમારા ગામ વણોટમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઉદાહરણો આપીને અમને કિડની દાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details