સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ 29 સપ્ટેમ્બરે સુરત આવશે. આ દિવસે તેઓ શહેરમાં 3,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ (Inauguration of development work) અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના (DREAM City Project) 370 કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત શહેરમાં 139 કરોડ રૂપિયાના ખર્ચે નવો બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનશે.
આ કામોનું થશે લોકાર્પણ આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પૂરવઠાના 672 કરોડ રૂપિયાના કાર્યો, 890 કરોડ રૂપિયાના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, 370 કરોડ રૂપિયાના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, 139 કરોડ રૂપિયાના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમ જ અન્ય વિકાસકાર્યો જેવાં કે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો (Inauguration of development work)સમાવેશ થાય છે.
ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમ જ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણસુરતના હીરા ઉદ્યોગના (diamond city surat) વેપારીઓ માટે શરૂ કરાયેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (Diamond Research and Mercantile City DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે.
ફેઝ 2ના કાર્યોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના (DREAM City Project) 103.40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફેઝ 1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ 9.53 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ફેઝ 2ના કાર્યોનું ખાતમુહૂર્ત (Inauguration of development work) કરવામાં આવશે. આમ, વડાપ્રધાન (PM Modi Gujarat Visit) ડ્રીમ સિટીના કુલ રૂ.269.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.