ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ચાર વર્ષની બહેનને પોતાના બે વર્ષના ભાઈને એસિડ પીવડાવ્યું - Surat

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બહેને પોતાના બે વર્ષીય નાના ભાઈને એસિડ પીવડાવ્યું. આ બાળક પર પડોશીઓની નજર જતા 108ને જાણ કરવામાં આવી હતી.

બે વર્ષના ભાઈને એસિડ પીવડાવ્યું
બે વર્ષના ભાઈને એસિડ પીવડાવ્યું

By

Published : Sep 7, 2021, 4:30 PM IST

  • ચાર વર્ષની બહેને રમતા રમતા પોતાના બે વર્ષીય ભાઈને એસિડ પીવડાવ્યું
  • પાડોશીઓની નજર જતા 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ
  • નાના બાળકોને ઘરમાં મૂકી કોઈ વાર બહાર જવું નહીં

સુરત: પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં એક પરિવાર બજારમાં ખરીદી અર્થે ગયું હતુ, ત્યારે પોતાના ઘરમાં બે સંતાનોને મૂકી જતા રહ્યા હતા. તે વખતે ચાર વર્ષની પુત્રી દ્વારા પોતાના બે વર્ષીય ભાઈને રમતા રમતા એસિડ પીવડાવ્યું હતું. જો કે, પડોશીઓની નજર જતા તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

બાળકની શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બહેન દ્વારા પોતાના બે વર્ષના ભાઈને રમતા-રમતા એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું. જો કે, પાડોશીઓની નજર જતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તરત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબો પણ આ જોઈ ચોંકી ઉઠ્યા હતા. હાલ આ બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ચાર વર્ષની બહેનને પોતાના બે વર્ષના ભાઈને એસિડ પીવડાવ્યું

બાળકના માતા-પિતાની ભૂલ કહેવાય

જો કે, આ બાબતે સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, આ બાળકની હાલ સારવાર ચાલી રહી છે અને બાળકની સ્વરપેટીમાં નુકસાન થઈ શકે એવું કહી શકાય છે, પરંતુ આમાં સૌથી મોટી ભૂલ બાળકના માતા-પિતાની છે. જેઓ પોતાના સંતાનોને મુકી બજારમાં ગયા હતા અને ઘરમાં આવી વસ્તુઓ બાળકોના હાથમાં ન આવે તે રીતે મુકવી જોઈએ. કારણકે બાળકો ચંચળ હોય છે અને તેઓને બધી નવી વસ્તુઓ સાથે રમવાની આદતો હોય છે. આવી ભૂલ કોઇ વાર કરવી ન જોઈએ. હાલ તો આ કિસ્સો પણ સમાજ માટે એક પ્રેરણાદાયક છે કે નાના બાળકોને ઘરમાં મૂકી કોઈ વાર બહાર જવું નહીં. હાલ આ બાળકની સારવાર ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details