ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં નજીવી બાબતે સ્કૂલના 2 વિદ્યાર્થીઓ ઝઘડ્યા, એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો - રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય

સુરતમાં હવે વિદ્યાર્થીઓ પણ આક્રમક સ્વભાવના થઈ રહ્યા છે. કારણ કે, ઉધના વિસ્તારની એક શાળામાં સિનિયર અને જૂનિયર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તો જૂનિયર વિદ્યાર્થીએ સિનિયર વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, પોલીસે સમગ્ર સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે.

સુરતમાં નજીવી બાબતે સ્કૂલના 2 વિદ્યાર્થીઓ ઝઘડ્યા, એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો
સુરતમાં નજીવી બાબતે સ્કૂલના 2 વિદ્યાર્થીઓ ઝઘડ્યા, એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો

By

Published : Jul 31, 2021, 9:46 AM IST

  • સુરતના ઉધનામાં આવેલી રામકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના ઝઘડાનો મામલો
  • જૂનિયર વિદ્યાર્થીએ સિનિયર વિદ્યાર્થીને પેટમાં ચપ્પુ મારી તેને ઈજાગ્રસ્ત કર્યો
  • નજીવી બાબતના ઝઘડામાં ચપ્પુ ઉછળતા એક વિદ્યાર્થીને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી
  • ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
  • વિદ્યાર્થીને 11 ટાકા આવ્યા હતા, વિદ્યાર્થીઓ ચપ્પુ લઇને શાળામાં આવ્યા હતા

સુરતઃ ઉધના વિસ્તારની રામકૃષ્ણ હિન્દી વિદ્યાલયના સિનિયર-જૂનિયર વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. તે દરમિયાન નજીવી બાબતના ઝઘડામાં ચપ્પુ ઉછળતા એક વિદ્યાર્થીને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-ધાનેરામાં અસામાજીક તત્વોએ CNG પમ્પના કર્મચારી પર કર્યો હુમલો

રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય બહારની ઘટના

આ અંગે મળતી માહિતી અનુસાર, રામકૃષ્ણ હિન્દી વિદ્યાલયના સિનિયર-જૂનિયર વિદ્યાર્થીઓ શાળાની બહાર એકબીજા સાથે ઝઘડા કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઝઘડામાં ચપ્પુના હુમલાથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવારઅર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિદ્યાર્થીને 11 ટાંકા આવ્યા હતા. વિદ્યાર્થીઓ ચપ્પુ લઈને શાળામાં આવ્યા હતા. ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થી વિવેક રાજપૂતે જણાવ્યું હતું કે, નળ ક્યાં છે. આ મામલે જુનિયર વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ધોરણ 9માં ભણતા જ વિદ્યાર્થીઓએ પોતાના ભાઈ અને મિત્રો સાથે શાળાની બહાર આવી ચપ્પુ વડે હુમલો કરી દેતા હું ઈજાગ્રસ્ત થયો છું.

આ પણ વાંચો-સોમનાથના દર્શનાર્થે આવેલા AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પીઠ બતાવીને કેમ ભાગ્યા? જુઓ

શાળા છૂટ્યા બાદ બહાર નીકળતા જોઈ બન્ને એની ઉપર તૂટી પડ્યા

જૂનિયર વિદ્યાર્થી તેના મોટા ભાઈને લઈ શાળાએ આવ્યો હતો. જ્યાં બોલાચાલી બાદ ઝઘડો ઝપાઝપી પર ઉતરી ગયો હતો. અંકિત અને તેના મિત્રો શાળામાંથી જતા રહ્યા હતા. 3 વાગ્યે શાળા છૂટ્યા બાદ બહાર નીકળતા જોઈ બંને એની ઉપર તૂટી પડ્યા હતા અને તેને ત્રણ વાર ચપ્પુના ઘા માર્યા હતા. અંકિતને પેટના ભાગે 11 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details