સાત મહિનામાં સુરત પોલીસે માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી કરોડોમાં દંડ વસૂલ્યો
સમગ્ર દેશમાં કોરોનાના સંકટ સમયમાં તેના સામે રક્ષણ મેળવવા માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત લોકડાઉન અને કરફ્યૂ પણ લાદવામાં આવ્યું હતું. ત્યારે કોરોનાના કેસ ઓછા થતા લોકો માસ્ક પહેરવું ફરજિયાત સમજતા નથી અને ફરી કોરોનાને આમંત્રણ આપવા તરફ જઇ રહ્યા છે. સુરતમાં માસ્ક નહી પહેરનારા પાસેથી પોલીસે અધધ રૂપિયા વસૂલ્યા છે.
સાત મહિનામાં સુરત પોલીસે માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી કરોડોમાં દંડ વસૂલ્યો
By
Published : Jul 8, 2021, 2:30 PM IST
સાત મહિનાના આંકડા પર નજર કરીએ તો કરોડો રૂપિયાની વસૂલાત
માસ્ક નહિ પહેરનાર લોકોને સામે દંડ વસૂલવામાં સુરત પોલીસ મોખરે
સુરત : કોરોના કાળમાં માસ્ક નહિ પહેરનારા લોકો સામે દંડ વસૂલવામાં સુરત પોલીસ મોખરે છે એ વાત નકારી શકાય નહીં. છેલ્લા સાત મહિનાના આંકડા પર નજર કરીએ તો કરોડો રૂપિયાની વસૂલાત જ દંડ તરીકે કરવામાં આવી છે. સાત મહિનામાં સુરત પોલીસે લોકો પાસે દંડના નામે 15,23,29000 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
કોરોનાકાળ દરમિયાન સુરત પોલીસની કડક કાર્યવાહી જોવા મળે છે. કોરોનામાં છેલ્લા સાત મહિનામાં માસ્ક નહીં પહેરનારા અનેક લોકો દંડાતા સુરત પોલીસે 15 કરોડથી પણ વધુ રૂપિયા વસૂલ્યા છે. 1,53,329 લોકોને માસ્ક વગર ઝડપી પાડી 15 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
સાત મહિના દરમિયાન કેટલા લોકો પાસેથી કેટલા રૂપિયાની દંડ વસૂલી થઈ
કોરોનાની ત્રીજી વેવ વધુ ઘાતક બનવાની સંભાવના છે, ત્યારે લોકો જાતે શિસ્તાનું પાલન કરે અને દંડ તથા નોંધાયેલા ગુનાઓની આંકડાકીય માહિતી અંગે જાગૃત થાય એ ખૂબ જરૂરી છે. સુરત પોલીસે સૌથી વધુ દંડ એપ્રિલ મહિનામાં વસૂલ્યા છે. હાલ સુરતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે, પરંતુ ત્રીજી વેવની સંભાવનાઓને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા સાત મહિનામાં જે લોકોએ માસ્ક નહિ પહેર્યા અને સુરતના રોડ પર જોવા મળ્યા તેમની પાસે કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા છે. સાત મહિના દરમિયાન જે દંડ વસૂલવામાં આવ્યા છે, તેનો આંકડો જોઈ સુરતીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ જશે.