ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 3 દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય નહીં આવે તો વાલીઓ કરશે ધરણા

સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાના નામે વાલીઓ પર ફી મુદ્દે દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વાલીઓએ ઓનલાઈન એજ્યુકેશનનો બહિષ્કાર કરી ફી નહીં ભરવાની સ્પષ્ટપણે વાત કરી છે. જો બે ત્રણ દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવા અંગેનો કોઈ નિર્ણય નહીં આવે તો, આગામી દિવસોમાં શહેરનું વાલી મંડળ જિલ્લા કલેકટરની પરવાનગી બાદ ધરણા કરશે.

સુરતમાં 3 દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય નહીં આવે તો વાલીઓ કરશે ધરણાં
3 દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય નહીં આવે તો વાલીઓ કરશે ધરણા

By

Published : Jun 13, 2020, 2:46 PM IST

સુરતઃ કોરોના વાઈરસથી છેલ્લા બે માસથી જાહેર કરેલા લોકડાઉન દરમિયાન સૌ કોઈની હાલત કફોડી બની છે. જીવલેણ કોરોનાથી શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું છે. પરંતુ આ વૈશ્વિક મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ઓનલાઈન એજ્યુકેશનની વિપરીત અસર થઈ રહ્યું હોવાના આક્ષેપ વાલી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં 3 દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય નહીં આવે તો વાલીઓ કરશે ધરણા

આ સિવાય વાલી મંડળ દ્વારા ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવાના નામે ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાના પણ આરોપ કરવામાં આવ્યા છે. જેનો સુરત વાલી મંડળ સખત વિરોધ કરે છે. ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનના નામે શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ પણ વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યા છે. જેથી જિલ્લા શિક્ષણ વિભાગ ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવા અંગેનો નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે.

સુરતમાં 3 દિવસમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય નહીં આવે તો વાલીઓ કરશે ધરણાં

ABOUT THE AUTHOR

...view details