સુરતઃ શહેરના અમરોલીમાં રહેતી પરિણીતાના લગ્ન 2006માં અમરોલીમાં રહેતા યુવાન સાથે થયા હતાં. તેઓને 11 વર્ષનો પુત્ર છે, પરંતુ પતિ સાથે અવાર ઝગડો થતા મહિલાની નજર કારખાનામાં કામ કરતા કારીગર સાથે મળી ગયી હતી. જેથી પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લેવાની વાત કરી હતી. જેથી રોષે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાં બંધ કરી કટરના ઘા ઝીક્યાં હતાં.
પત્નીને સાથી કારીગર સાથે આંખ મળી ગઈ, પત્નીએ માંગ્યા છૂટાછેડા તો પતિએ માર્યા ઘા - પત્નિને માર માર્યો
સુરત શહેરના અમરોલીમાં પત્નીને પતિ સાથે વારંમવાર ઝઘડો થતો હતો અને પત્ની પ્રેમી સાથે લગ્ન કરવાની માંગ સાથે છૂટાછેડા માંગતી હતી. જે બાદ પતિએ તેની પત્નીને ઘરમાં બંધ કરી કટરના ઘા માર્યા હતા, આ બનાવમાં પોલીસે પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છુટાછેડા માંગતી પત્નિને પતિએ ઘરમાં બંધ કરી કટરના ઘા ઝીક્યા
આ મામલે પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી પતિની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.