ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇટાલિયાના કથા અને મંદિર અંગેના નિવેદન પર સંઘવીની પ્રતિક્રિયા, કહ્યું તેમની જ પાર્ટીએ હવે હાથ ઊંચા કરી દીધા - Gujarat Police

સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના (home minister harsh sanghavi) હસ્તે વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં (Inauguration of vesu police station) આવ્યું હતું. આ સાથે જ સુરતમાં હવે કુલ 35 પોલીસ સ્ટેશન થઈ ગયા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને આપના નેતા ગોપાલ ઇટાલિયાના નિવેદન અંગે પ્રતિક્રિયા (harsh sanghavi on AAP Gopal Italiya) આપી હતી.

ઇટાલિયાના કથા અને મંદિર અંગેના નિવેદન પર સંઘવીની પ્રતિક્રિયા, કહ્યું તેમની જ પાર્ટીએ હવે હાથ ઊંચા કરી દીધા
ઇટાલિયાના કથા અને મંદિર અંગેના નિવેદન પર સંઘવીની પ્રતિક્રિયા, કહ્યું તેમની જ પાર્ટીએ હવે હાથ ઊંચા કરી દીધા

By

Published : Oct 12, 2022, 3:05 PM IST

સુરતશહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ (Gujarat Police) દિવસ રાત મહેનત કરી રહી છે. તેવામાં હવે શહેરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના (home minister harsh sanghavi) હસ્તે વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ (Inauguration of vesu police station) કરવામાં આવ્યું હતું. આ સાથે જ હવે શહેરમાં પોલીસ સ્ટેશનની કુલ સંખ્યા 35 થઈ ગઈ છે. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના (harsh sanghavi on AAP Gopal Italiya) મંદિર અને કથા અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી આકરા પ્રહાર કર્યા હતા.

આવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ ગૃહ રાજ્યપ્રધાને (home minister harsh sanghavi) જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણેશોત્સવ હોય કે પછી નવરાત્રિ દરેક તહેવાર લોકો પરિવાર સાથે મોડી રાત સુધી ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે તમામ તૈયારી કરી હતી. તેવામાં એક પાર્ટીના નેતાનો વિડીયો વાયરલ થાય છે. તે લોકો સમક્ષ આવી રહ્યા છે. મને ખૂબ જ દુઃખ થયું છે (harsh sanghavi on AAP Gopal Italiya) કે, એક ગુજરાતનો નાગરિક આ મંદિરો, કથાઓ માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે.

આવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ

આ વીડિયો જોઈને મને દુઃખ થયુંઃ સંઘવીગૃહરાજ્યપ્રધાને (home minister harsh sanghavi) જણાવ્યું હતું કે, આપણા દેશના નાગરિકો આપણા સંસ્કૃતિ જોડે જોડાઈ રહે તે માટે ધર્મ ખૂબ જ મોટું કારણ (home minister harsh sanghavi) બન્યું છે. ગૃહ રાજ્યપ્રધાને ઉમેર્યું હતું કે, આ પ્રકારના સંસ્કાર અમારા ગુજરાતના નાગરિકોમાં ક્યારેય ન હોઈ શકે. તેમણે કહ્યું હતું કે, આ વાઈરલ વીડિયોમાં ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, મંદિરમાં ન જશો મંદિરમાં શોષણ થશે. આ વીડિયો જ્યારે મેં જોયો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. ભલે બીજી પાર્ટીમાં હોય, પરંતુ તેમની આ પ્રકારની વિચારધારા કેવી રીતે હોઈ શકે? આ પ્રકારની વાતો જ્યારે લોકો સમક્ષ જઈ રહી છે ત્યારે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

લોકોમાં રોષગૃહ રાજ્યપ્રધાને વધુમાં (home minister harsh sanghavi) જણાવ્યું હતું કે, ખાસ કરીને મને મંદિરમાં, કથામાં આસ્થા છે. એ જ આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈનો અધિકાર નથી. મંદિર આ મંદિરની પૂજાઓ આ આપણી સંસ્કારો છે. આપણા દેશના નાગરિકો આપણા સંસ્કૃતિ જોડે જોડાઈ રહે તે માટે ધર્મ ખૂબ જ મોટું કારણ બન્યું છે. જ્યારે મંદિરના કથાઓમાં નાના બાળકો બેસે છે ત્યારે તેમના વિચારોમાં ખૂબ જ મોટું પરિવર્તન આવતું હોય છે. લોકોને મંદિરમાં જતા અટકાવવા શું આ યોગ્ય છે. આ વીડિયો ભૂલથી વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને કારણે ગુજરાતના ખૂણે ખૂણે થી ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

ગઈકાલ રાતથી જ પાર્ટીમાં મિટિંગ ચાલી રહી છેવધુમાં (home minister harsh sanghavi) તેમણે જણાવ્યું હતું કે, તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં લખે છે કે, આ એમનો અંગત વિચાર છે. એ જોઈને લોકો હાથ ઊંચા કરવા માંડ્યા છે. એટલે કે, આ પ્રકારની પરિસ્થિતિ પાર્ટીમાં ઊભી થઈ છે. એટલેકે, ગઈકાલ રાતથી જ પાર્ટીમાં મિટિંગ (AAP Leader Gopal Italiya) ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details