- વાવાઝોડું રાત્રે 8થી 11 વાગ્યાની વચ્ચે લેન્ડ ફોલ થવાની શક્યતા છે
- સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે
- વીજળી અને દૂરસંચાર ટેલિકોમ પર પણ નુકસાન પહોંચી શકે છે
સુરતઃવાવાઝોડાની અસર અલગ-અલગ જગ્યાએ જોવા મળી રહી છે. ત્યારે વિવિધ જગ્યાએ વરસાદે પણ આગમન કર્યું છે. સુરત જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું હતું કે, સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડું રાત્રે 8થી 11 વાગ્યાની વચ્ચે લેન્ડ ફોલ થવાની શક્યતા છે.
સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કાચા મકાનો અને પતરા ઉડી શકે છે આ પણ વાંચોઃઆધ્ર પ્રદેશથી NDRFની ટીમ ગુજરાત પહોંચશે
વાવાઝોડાની અસર કાચા મકાનો પર પણ પડી શકે છે
દરિયાના જે મોજાની ભરતી હોય છે તે રેગ્યુલર મોજા કરતા 1થી 2 મીટરની મોજાની ઊંચાઈ રહી શકે છે. 80થી 90 પ્રતિ કિલોમીટર ક્લાકની ગતિએ પવન ફૂંકાઇ શકે છે. 100 પ્રતિ કિલોમીટર ક્લાકે જઈ શકે છે. વાવાઝોડાની અસર કાચા મકાનો પર પણ પડી શકે છે. કાચા મકાનોને નુકસાન થઈ શકે છે, પતરા ઉડી શકે છે. વીજળી અને દૂરસંચાર ટેલિકોમ પર પણ નુકસાન પહોંચી શકે છે.
વાવાઝોડાના કારણે કાચા રસ્તાઓને પણ નુકસાન પહોંચી શકે છે
વાવાઝોડાના કારણે કાચા રસ્તાઓને પણ નુકસાન પહોંચી શકે છે. ખાસ કરીને ઇલેક્ટ્રીક પોલ, ઝાડ પડવાની પણ શક્યતાઓ છે. ઝીંગા તળાવોને નુક્સાન પહોંચી શકે છે. સાવચેતીના ભાગરૂપે માછીમારી કરવા અને દરિયા કાંઠે કોઈ જાય નહિ અને ઝાડ કે ઇલેક્ટ્રીક પોલ નીચે ઉભા ના રહે તેની તકેદારી રાખવાની છે.
કોઈપણ દુર્ઘટનાની જાણકારી માટે 1077 ટોલ ફ્રી નંબર પર જાણ કરી શકાશે
નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. વધુમાં, કલેક્ટરે શહેરીજનોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, કોઈપણ તકલીફ હોય કે કોઈપણ દુર્ઘટનાની જાણકારી આપવી હોય તો 1077 ટોલ ફ્રી નંબર પર જાણ કરી શકાય છે, જેથી મદદની કાર્યવાહી કરી શકાશે.
આ પણ વાંચોઃગણતરીના કલાકમાં તૌકતે પહોંચશે ગુજરાત
1372 કાચા અને નીચાણવાળા મકાનમાં રહેતા હોય એવા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
દરિયા કિનારાના ગામો સુરતમાં ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના 40 જેટલા ગામો હોટ પોસ્ટથી 10 એક કિલોમીટરના અંતરમાં આવતા હોય છે. 1372 કાચા અને નીચાણવાળા મકાનમાં રહેતા હોય એવા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એવા તમામ લોકોને વિનંતી છે કે, જ્યાં સુધી વાવાઝોડું જતું ના રહે ત્યાં સુધી સ્થળાંતર જગ્યાએ જ રહે અને બિનજરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળે.