- ગાજવીજ સાથે વરસાદ થતાં જનજીવન પ્રભાવિત
- રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા
- વાહન ચાલકોને પડી મુશ્કેલી
સુરત: દેશના પૂર્વીય તટ પર ત્રાટકેલા ગુલાબ વાવાઝોડાની અસર મંગળવારે રાજ્યના સુરત જિલ્લામાં પણ જોવા મળી હતી. બપોરે ત્રણ વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં ઘોર અંધારુ થઈ ગયા બાદ ભારે વરસાદ (Heavy rain) વરસ્યો હતો. બે કલાકમાં જિલ્લાના બારડોલીમાં દોઢ ઇંચ અને મહુવામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પલસાણામાં એક ઇંચ વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે બારડોલીમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ગુલાબ વાવાઝોડાની અસર: બારડોલી સહિત સુરત જિલ્લામાં બપોર બાદ અતિભારે વરસાદ આ પણ વાંચો: ધારાસભ્ય ભીખાભાઈએ બિસ્માર માર્ગો અંગે માર્ગ અને મકાન પ્રધાનને રજૂઆત કરી
બપોરના સમયે થયું ઘોર અંધારું
સુરત જિલ્લામાં બપોર કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા બાદ ગાજવીજ અને પવન સાથે અતિભારે વરસાદ (Heavy rain) વરસ્યો હતો. જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણા ઉપરાંત કામરેજના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. બપોરના સમયે જ રાત્રિ જેવો માહોલ સર્જાયો હતો. જેને કારણે વાહન ચાલકોએ પણ હેડલાઇટ ચાલુ કરી વાહનો ચલાવવાની ફરજ પડી હતી.
ગુલાબ વાવાઝોડાની અસર: બારડોલી સહિત સુરત જિલ્લામાં બપોર બાદ અતિભારે વરસાદ આ પણ વાંચો: ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટ: ગુજરાત પર 'શાહીન'નો ખતરો
આશાપુરી મંદિર પાસે ભરાયા ઘૂંટણસમા પાણી
ભારે વરસાદને કારણે બારડોલીના આશાપુરી મંદિર પાસે ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા. જેને કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. સાંજના સમયે પણ વરસાદ ચાલુ હતો. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસેથી મળતા આંકડા મુજબ સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાન બે કલાકમાં બારડોલીમાં દોઢ ઇંચ, પલસાણામાં અંદાજિત એક ઇંચ અને મહુવામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
ગુલાબ વાવાઝોડાની અસર: બારડોલી સહિત સુરત જિલ્લામાં બપોર બાદ અતિભારે વરસાદ - આજે 28 સપ્ટેમ્બરે સતત વરસી રહેલા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના જળાશયોમાં પુષ્કળ માત્રામાં વરસાદી પાણી આવ્યું છે. જેના કારણે જિલ્લાના ડેમો ઓવરફ્લો થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલો મોજ ડેમ આજે ફરી એકવાર ઓવરફ્લો થયો છે.
- કચ્છમાં આજે 28 સપ્ટેમ્બરે વરસાદની આગાહી વચ્ચે સવારથી વરસાદી વાતાવરણ રહ્યું હતું, ત્યારે બપોર બાદ મેઘરાજા ભારે ઠંડા પવન સાથે કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ, ભુજ, રાપર તાલુકામાં મન મૂકીને વરસ્યા હતા, તો અન્ય ભચાઉ, માંડવી, મુન્દ્રા તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ભુજમાં 1 કલાકની અંદર ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંજારમાં પણ 4થી 6 વાગ્યાના સમયમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
- ગુજરાતભરમાં વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં આજે 28 સપ્ટેમ્બરે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 4 કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુરના મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા હતા. ત્યારે દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ઉપરાંત માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.