- સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ તરીકે મળી રહેશે
- મુંબઇ મેડેન પાંચમી નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે
- ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે
- સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ
સુરત : આ ક્રૂઝમાં ( Cruise ) ગેમિંગ લાઉન્જ, VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અગાઉ 31 માર્ચ, 2020થી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલ મહિનાથી કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થતા ક્રૂઝ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ થનાર છે. ક્રુઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોકડા જેવી લીકર મળશે. ઉલ્લેખનીય છે કે જ્યારે સુરતીઓ દમનથી સુરત આવતા હોય છે. ત્યારે જો તેઓ નશામાં મળે તો પોલીસ એકશન લેતી હોય છે. પરંતુ દીવથી સુરત ક્રુઝમાં આવનાર યાત્રીઓ જો દારૂના નશામાં હશે તો શું તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે હાલ તેઓને આ ક્રુઝ અંગેની જાણકારી નથી. ક્રૂઝની અંદર શું સેવા હશે તે અંગે પણ તેઓ માહિતગાર નથી. તેથી તેઓએ આ અંગે શું કહેવાય થશે તે જણાવ્યું નહોતું.
ડીઝલના ભાવવધારા ફેરમાં પણ વધારો થયો
ક્રૂઝ | પહેલા | હાલ |
હજીરા-દીવ | રૂ. 900 | રૂ. 1200 |
હજીરા-દીવ-સુરત | રૂ. 1700 | રૂ. 2400 |
હજીરા-હાઇ સી-હજીરા | રૂ. 900 | રૂ. 1000 |
દીવ-હાઇ સી-દીવ | રૂ. 900 | રૂ. 1000 |
વિવિધ ભાવ પત્રક
VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000 અને પ્રિમિયમ ડબલ કેબિનના રૂ. 7000 ફેર છે. જો કે, આ ફેર સુરત-દીવનું છે. એ જ રીતે હજીરા-દીવ-હજીરાનું VIP લોન્ચનું રૂ. 6000, પ્રિમિયમ સિંગલ કેબિનનું રૂ. 8500, પ્રિમિયમ ડબલ કેબિનનું રૂ. 12,000 છે.
હજીરાથી રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે