- સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ગુજરાતના પ્રધાન મંડળમાં સમાવેશ
- હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હર્ષ સંઘવી
- કોરોનામાં પ્રથમ અને બીજી લહેરમાં એસોલેશન સેન્ટર પણ બનાવ્યું
સુરત : વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મુખ્યપ્રધાન સહિત પ્રધાન મંડળમાં નવા ચહેરા જોવા મળી રહ્યા છે. સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ગુજરાતના પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે તેમના પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તેઓ બે ટર્મથી ધારાસભ્ય છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહ્યા છે એટલું જ નહીં કોરોનાના પ્રથમ અને બીજી લહેરમાં તેમણે પોતે એસોલેશન સેન્ટર પણ બનાવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ સારવાર પણ મેળવી હતી.
હર્ષ સંઘવી પ્રધાનમંડળમાં સામેલ, પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર આ પણ વાંચો:ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો આજે લેશે શપથ
ધોરણ નવ સુધી કર્યો છે હર્ષસંઘવીએ અભ્યાસ
હર્ષ સંઘવી જૈન સમાજમાંથી આવે છે અને તેમના મત વિસ્તારમાં તેઓ ખૂબ જ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં તેઓ ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ધોરણ નવ સુધી ભણ્યા છે અને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે પ્રધાન મંડળ હવે ગુજરાતના વિકાસ માટે કાર્યરત થશે. તેમાં હર્ષ સંઘવીની પસંદગી થઈ છે. તેમના નામની જાહેરાત થતાં જ પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતના નવા પ્રધાનમંડળમાં નો રિપીટ થીયરી : આટલા ધારાસભ્યોને આવ્યા ફોન
હર્ષ સંઘવીએ કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી
હર્ષ સંઘવીએ કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવી હતી. તેઓએ અટલ સંવેદના નામથી આઈસોલેશન સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં 182 બેડની સુવિધાઓ હતી. કેન્દ્રના અનેક યુવા નેતાઓ સહિત તેઓ અમિત શાહ વિજય રૂપાણી અને સીઆર પાટિલના નજીકના ગણાય છે. વર્ષ 2012માં તેઓને સુરતના મજુરા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારબાદ 2017 માં પણ તેમને રીપીટ કરવામાં આવ્યા હતા.