ગુજરાત

gujarat

ETV Bharat / city

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ કેસને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ (Hardik Patel in Kathor court ) તેમજ પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાએ કામરેજના કઠોર ખાતે આવેલી કોર્ટમાં હાજરી આપી હતી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

By

Published : Nov 22, 2021, 6:09 PM IST

  • પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલ કેસ મામલો
  • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર
  • 2017માં પાસ દ્વારા હાઇવે પર કરવામાં આવ્યું હતું ચક્કાજામ

સુરત: 2017 દરમિયાન ચાલી નોંધાયેલ પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan )માં પાસના આગેવાનો દ્વારા નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જેને લઈને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, ત્યારે આ કેસ કઠોર કોર્ટમાં ચાલતો હોવાથી આજ રોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ તેમજ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા કઠોર કોર્ટમાં (Hardik Patel in Kathor court ) હાજરી આપી હતી. જેમાં કોર્ટ દ્વારા તેઓને ફરી 3 જાન્યુઆરીએ હાજર રહેવાનું જણાવ્યું હતું.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

આજે પણ સમાજના મહિલાઓ, યુવાનો કોર્ટના ધક્કા ખાય રહ્યા

મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે (Congress leader Hardik Patel ) જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો હજી પરત ખેંચાયા નથી, આંદોલન જે થયું તેના લીધે ઘણી યોજનાનો લાભ મળ્યો છે. સમાજના આગેવાનો અને નેતાઓ સરકાર સામે આક્રમક વલણ આપનાવે. આનંદી પટેલ, નીતિન પટેલ અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફક્ત જાહેરાતો જ કરવામાં આવી છે, આજે પણ સમાજના મહિલાઓ, યુવાનો કોર્ટના ધક્કા ખાય રહ્યા છે.

આ પણ વાંચો:પાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

આ પણ વાંચો:આપના કોર્પોરેટરે સુરતના યોગી ગાર્ડનનુ નામ બદલીને પાટીદાર ગાર્ડન કર્યુ

ABOUT THE AUTHOR

...view details