સુરત :કેટલાક દિવસથી સુરતમાં વધી રહેલા કોરોના કેસો અને શહેરમાં (Ban on gathering of more than four persons In Surat) કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં આવતાં તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 11 જુલાઈ 2022 થી લઈ 25 જુલાઈ 2022 સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી (Corona Case In Surat) દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ
કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું: શહેરમાં યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેર (Increase in Corona case in Surat) શાંંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.11 જુલાઈ ડિસેમ્બર 2022થી 25મી જુલાઈ 2022 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.