ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Board Exam 2021 રદ્દ થતા હોશિયાર વિદ્યાર્થીઓ નિરાશ થશે : શિક્ષણવિદો - Gujarat Board Exam 2021 cancelled

રાજ્ય સરકાર દ્વારા મંગળવારના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. જેના બીજા દિવસે જ કોર કમિટીની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને ETV Bharat દ્વારા સુરતના શિક્ષણવિદોના અભિપ્રાય જાણ્યા હતા. જેના પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે, હોશિયાર વિદ્યાર્થીઓ નિરાશ થશે.

Gujarat Board Exam 2021
Gujarat Board Exam 2021

By

Published : Jun 2, 2021, 5:06 PM IST

Updated : Jun 2, 2021, 5:36 PM IST

  • પરીક્ષાના ટાઈમટેબલ જાહેર થયાના બીજા દિવસે રદ્દ કરાઈ પરીક્ષાઓ
  • 12th board exam 2021 રદ્દ થતા વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ
  • ETV Bharat દ્વારા આ અંગે સુરતના શિક્ષણવિદોના મત મેળવાયા

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ Gujarat Secondary and Higher Secondary Education Board ( GSHSEB ) દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ( 12th board exam 2021 ) લેવી કે ન લેવી તે અસમંજસની સ્થિતિમાં મુકાયું હતું પરંતુ ગુજરાતમાં પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે નિર્ણય લેતા પરિક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરીને ગણતરીના કલાકોમાં જ રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો હતો. સરકારના આ નિર્ણયને લઈને શિક્ષણવિદો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. નિષ્ણાતો મુજબ બાળકોના સ્વાસ્થ્યને લઈને સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય આવકારદાયક ગણાવ્યો છે.

પરીક્ષાઓ રદ્દ થતા હોશિયાર વિદ્યાર્થીઓ નિરાશ થશે : શિક્ષણવિદો

એન્જિનિયરિંગ અને મેડીકલ ક્ષેત્રે જનારા વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ

શિક્ષણવિદોના જણાવ્યા મુજબ, બાળકોના ભવિષ્ય અને કોલેજમાં એડમિશનને લઇને અસમંજસની સ્થિતી ઉભી થશે. ખાસ કરીને જે એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં જવા માગતા વિદ્યાર્થીઓ હાલ અસમંજસમાં છે કે, તેમની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે એટલું જ નહિ અત્યાર સુધી ધોરણ 10 માટે જે માસ પ્રમોશન અંગેની જાહેરાત કરાઈ હતી. તે અંગે પણ સરકાર દ્વારા અત્યાર સુધી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. નિષ્ણાતો માની રહ્યા છે કે, શાળાના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. કારણ કે તેઓએ વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી.

Last Updated : Jun 2, 2021, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details