- ટેકસટાઇલ ઉદ્યોગ પર 5 ટકા GST વધારીને 12 ટકા કરી દેવાય
- અચાનક વધારો કરી દેતાં વેપારીઓમાં ભારે રોષ
- વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી
સુરત: ટેકસટાઇલ ઉધોગ (Surat textile industry) પર 5 ટકા GSTને વધારીને 12 ટકા કરી દેવામાં આવતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ GST પર વિચાર થાય અને જે ભાર ઉદ્યોગ ઉપર નાખવામાં આવ્યા છે, તે પરત લેવામાં આવે વેપારીઓની માંગણી છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે, જો સરકાર વધારવામાં આવેલા GST (GST Hike On Textile)ને પરત નહીં લેશે તો આવનાર દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય કાપડ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું (Minister of State for Textiles reaction for gst hike) છે કે, સરકાર ટુ વે કામ કરે છે તેમને GST અંગે મળેલી તમામ ફરિયાદો સરકાર અને ફાઈનાન્સ મિનિસ્ટર સુધી પહોંચાડી દીધી છે.
અમારી સરકાર ટુ વે માં કામ કરે છે
દર્શના જરદોશે જણાવ્યું હતું કે, અમારી સરકાર ટુ વે માં કામ કરે છે દરેક સ્ટેક હોલ્ડર સાથે વાત કરે છે, ત્યાર પછી જ નિર્ણય લેવામાં આવે છે જ્યારે GSTની વાત થાય છે, ત્યારે તે GST કાઉન્સિલમાં નક્કી કરવામાં આવે છે, ફાયનાન્સ મિનિસ્ટ્રીના માધ્યમથી દરેક રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર (Ministry of Finance, Government of India) અને ત્યાંના સચિવ ત્યાં જાય છે અને પોતાની વાત મુકતા હોય છે જે સામુહિક નિર્ણય હોય છે તે બધાને માનવું પડે છે.