ગુજરાત

gujarat

ETV Bharat / city

Grishma Vekariya Murder Case: પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યાનો મામલો, મૃતક યુવતીના પરિવારને મળ્યા કોંગ્રેસ નેતાઓ - સુરતમાં મહિલા શિક્ષણ

કોંગ્રેસના નેતાઓ પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya Murder Case)ના પરિવારને મળ્યા હતા. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ બેન આહીરે મૃતક ગ્રીષ્માના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.

Grishma Vekariya Murder Case: પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યાનો મામલો, મૃતક યુવતીના પરિવારને મળ્યા કોંગ્રેસ નેતાઓ
Grishma Vekariya Murder Case: પાસોદરા ખાતે થયેલી યુવતીની હત્યાનો મામલો, મૃતક યુવતીના પરિવારને મળ્યા કોંગ્રેસ નેતાઓ

By

Published : Feb 19, 2022, 6:37 PM IST

સુરત: પાસોદરા (Pasodara Murder Case) ખાતે એકતરફી પ્રેમમાં થયેલી યુવતીની હત્યા (Grishma Vekariya Murder Case)ની ઘટનાને લઈને હાલ મૃતક ગ્રીષ્માના પરિવારને સામાજિક રાજકીય નેતાઓ મળી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા (Leader of opposition in gujarat) સુખરામ રાઠવા મૃતક યુવતીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેઓની સાથે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ બેન આહીર, ધારાસભ્ય પ્રતાપ દુઘાત, દર્શન નાયક સહિતના આગેવાનો પહોંચ્યા હતા.

કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ બેન આહીર ગ્રીષ્માના પરિવારને મળ્યા.

ગુજરાતમાં દીકરીઓ ડરી ગઈ છે - પ્રગતિ આહીર

એક તરફી પ્રેમમાં થયેલી યુવતીની હત્યા (Murder of a Girl In Surat)ની ઘટનાને કોંગ્રેસ મહિલા નેતા પ્રગતિ આહિરે દુઃખદ ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં દીકરીઓ (Women Safety In Gujarat) ડરી ગઈ છે. ફક્ત સ્લોગનમાં મહિલાઓ સુરક્ષિત છે. બેટી બચાવો-બેટી પઢાવોની જગ્યાએ બેટીઓ કપાઈ રહી છે. ગુજરાત સેવા દળ (congress seva dal)ની મહિલાઓ મહિલાઓના સ્વાભિમાન માટે રોડ પર ઉતરશે, તેમજ હત્યારા માટે એક સજા જાહેરમાં ફાંસી આપવી જોઈએ.

આ પણ વાંચો:Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

શું હતી સમગ્ર ઘટના?

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટી (Laxmidham society pasodara)માં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ (Women Education In Surat) કરી હતી. તેની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી નામનો યુવક ગ્રીષ્મા સાથે એક તરફી પ્રેમમાં પાગલ હતો અને યુવતીને હેરાન કરતો હતો. યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. જો કે ગત 12 તારીખે સાંજના સમયે યુવક 2 ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો:Pasodra murder case Update : પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ

યુવતીએ મોટા પિતા અને ભાઈ પર પણ કર્યો હતો હુમલો

વિફરેલા યુવકે યુવતીના મોટા પિતા પર હુમલો કરતા તેમને બચાવવા યુવતી વચ્ચે પડી હતી, ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો અને બાદમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ (kamrej surat police) ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લેવાનું તેમજ પોતાના હાથની નસ કાપી નાખવાનું નાટક કર્યું હતું. તેણે ફક્ત પોતાના હાથની ચામડી જ કાપી હતી. પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા પિતા અને હત્યારા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details