સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ (Grishma murder case chargesheet ) દાખલ કરી છે. બીજી બાજુ હત્યા પહેલાંની અંતિમ તસવીરો તેની કોલેજમાંથી સામે આવી છે. જેમાં તે હાથ ઊંચો કરી કોલેજમાં હાજરી (Grishma Last Seen at College CCTV) પુરાવતી જોવા મળી રહી છે.
શિસ્તબદ્ધ વિદ્યાર્થિની હતી ગ્રીષ્મા
જે દિવસે ગ્નીષ્માની કરપીણ હત્યા કરવામાં આવી હતી તે દિવસે તેની કોલેજમાં (Grishma Last Seen at College CCTV) પોતાના ક્લાસના સીસીટીવી ફૂટેજમાં હાથ ઊંચો કરી હાજરી પુરાવતી દેખાય છે. ગ્રીષ્મા અને તેની સાથે ક્લાસમાં હાજર બહેનપણીને કલ્પના પણ ન હોય કે આ તેની કોલેજમાં આખરી (Grishma Murder case 2022 ) હાજરી બની જશે. હજુ સાત દિવસ પહેલાં કોલેજ ઓફલાઇન શરૂ થઈ હતી અને ફેનીલે તેનો કોલેજમાં પણ પીછો શરૂ કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગ્રીષ્મા શિસ્તમાં રહીને અભ્યાસ કરનારી યુવતી હતી.