સુરતઃ વિરલ દેસાઈને દુબઇની પામ એટલાન્ટિસ હૉટેલ ખાતે ક્લાયમેટ એક્શન માટે સન્માનિત (Greenman Viral Desai Awarded in Dubai )કરાયાં હતાં. આ સમારંભમાં ભારત, બ્રિટેન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, પેરીસ અને મલેશિયા સહિત અગિયાર દેશોના વિજેતાઓ હાજર રહ્યાં હતાં. યુએઈના ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ શેખ અવાદ મોહમ્મદ મુજરીન આ અવરસે વિશેષરૂપે (Global Environment and Climate Action Citizen Award 2021) હાજર રહ્યાં હતાં.
28 મહાનુભાવોને એનાયત થયું ભારત ગૌરવ સન્માન
ઉલ્લેખનીય છે કે ગત 23મી ડિસેમ્બરે દુબઈમાં ‘સંસ્કૃતિ યુવા સંસ્થાન’ના પંડિત સુરેશ મિશ્રા દ્વારા આંતરાષ્ટ્રીય સ્તરના ભારત ગૌરવ સન્માનનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની તેમજ વિદેશની 28 હસ્તીઓને ભારત ગૌરવ સન્માન એનાયત (Global Environment and Climate Action Citizen Award 2021) કરાયું હતું. આ યાદીમાં મોટીવેશનલ સ્પીકર પદ્મશ્રી ગૌર ગોપાલદાસ, પોલો પ્લેયર અશ્વિનીકુમાર શર્મા, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી મધુ પંડિત દાસ, સંગીતકાર પદ્મભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પદ્મશ્રી રામકિશોર છીપા, નિર્ભયાની માતા આશાદેવી અને ડચ બેન્કના સીઈઓ સાકેત મિશ્રા જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ National Masters Athletics In Varanasi: સુરતના 92 વર્ષીય દાદાએ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો