ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતીલાલાઓ ડૂબ્યા ભક્તિમાં, ઢોલનગારા અને DJના તાલે થઈ રહ્યું છે દૂંદાળા દેવનું સ્વાગત

સુરતમાં કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી ગણપતિજીનું આગમન થયું છે. અહીં ભક્તોએ ઠેરઠેર ઢોલ નગારા અને ડીજેના તાલે ગણપતિજીનું સ્વાગત કર્યું હતું. Grand welcome For Ganesh, Ganesh Festival 2022.

સુરતીલાલાઓ ડૂબ્યા ભક્તિમાં, ઢોલનગારા અને DJના તાલે થઈ રહ્યું છે દૂંદાળા દેવનું સ્વાગત
સુરતીલાલાઓ ડૂબ્યા ભક્તિમાં, ઢોલનગારા અને DJના તાલે થઈ રહ્યું છે દૂંદાળા દેવનું સ્વાગત

By

Published : Aug 30, 2022, 11:30 AM IST

સુરતશહેરમાં આ વખતે કોરોનાના કારણે 2 વર્ષ બાદ ફરી (gujarat covid cases news) એક વાર શ્રીજી, ગજાનંદ, દૂંદાળા દેવ, ગજાનન એવા ગણેશજીના ઉત્સવને (Ganesh Festival 2022) લઈને રોનક જોવા મળી છે. ત્યારે અહીં ઠેરઠેર ઢોલ, નગારા, તાશા તથા DJના તાલે ગણેશજીનું ભવ્ય આગમન થઈ (Grand welcome For Ganesh) રહ્યું છે. અહીં 2 વર્ષ સુધી શ્રીજીના આગમનની રોનક નહીંવત્ હતી, પરંતુ આ વખતે ગણેશજીના આગમન (Grand welcome For Ganesh) સાથે સૌ કોઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

ભક્તોમાં ઉત્સાહ

જ્યાં જૂઓ ત્યાં ગણેશજી જ ગણેશજી શહેરમાં ગણેશોત્સવને લઈને જોરદાર (Ganesh Festival 2022) ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ સ્થાપનાને (ganesh sthapana 2022) એક જ દિવસ જ બાકી રહે છે. ત્યારે વિવિધ ગણેશ મંડળ શ્રીજીને લાવવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. ચારે તરફ શ્રીજીનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં (Grand welcome For Ganesh) આવી રહ્યું છે. જ્યારે શ્રીજીની પ્રતિમાઓને લાવવામાં ભક્તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોરાજ્યના એવા ગણપતિ જ્યાં દર વર્ષે રાજ્યપાલ જ કરે છે પ્રથમ આરતી

ભક્તોમાં ઉત્સાહ જોકે, હજી સુધી કોરોના સંપૂર્ણ પણે ગયો (gujarat covid cases news) નથી. તેમ છતાં આ વર્ષે રાજ્ય સરકારે ગણેશોત્સવની ઉજવણી (Ganesh Festival 2022) માટે કોઈ પ્રકારના પ્રતિબંધ રાખ્યા ન હોવાથી ગણેશ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોએક જ દિવસે શા માટે મહાદેવને અર્પણ કરાય છે કેવડા ફુલનો અભિષેક, શું છે આની પાછળ ધાર્મિક મર્મ

રસ્તા કરાયા બંધ મોટા ભાગના મોટા ગણેશ આયોજકોએ ગણેશ આગમન યાત્રા (Grand welcome For Ganesh) એક અઠવાડિયા પહેલા જ કાઢવાની શરૂઆત કરી દીધી છે. જે વિસ્તારમાં આગમન હોય તે વિસ્તારમાં રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો ગણેશ આગમન યાત્રામાં જોડાઈ રહ્યા છે.

ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તો શ્રીજીનું આગમન (Grand welcome For Ganesh) જોવા પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતરતા જોવા મળી રહ્યા છે. શહેરમાં છેલ્લા 2 દિવસથી બાપાની આગમન યાત્રામાં (Grand welcome For Ganesh) ગણેશ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. તો ગણેશ આયોજકોએ ભક્તો ઉત્સવની ઉજવણી (Ganesh Festival 2022) ભારે ધૂમધામથી કરશે તેવું નક્કી થઈ ગયું છે. જ્યારે શ્રીજીના આગમનમાં મોટા લાઈટિંગ ડીજે, ઢોલ નગારા, પાલખી, બગી બેન્ડ જેવા વાજિંત્રો સાથે શ્રીજીની આગમન યાત્રા (Grand welcome For Ganesh) નીકળી રહી છે. બીજી તરફ કેટલીક સોસાયટીઓના રહીશો તો એક જ સરખા ડ્રેસ પહેરીના શ્રીજીનું વેલકમ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details