સુરત: ગોથાણથી હજીરા વચ્ચેના નવા રેલવે ટ્રેકનો (Gothan Hazira New Railway Track Controversy )અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ વિરોધ (Khedut samaj Gujarat Protest)કરવામાં આવી રહ્યો છે. હવે જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરશે અને જાહેરનામું પરત ખેંચવામાં માગ પણ કરશે.
સીએમ એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે- 27મી માર્ચના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક ગામમાં ખાનગી કોલેજના ભૂમિપૂજન માટે ઉપસ્થિત રહેવાના છે. સુરત આવનાર મુખ્યપ્રધાન સામે ખેડૂતો નવા રેલવે ટ્રેકનું જાહેરનામું પરત ખેંચવા માગ કરવામાં આવશે. ખાનગી કંપનીઓના હિત માટે સુરત ગોથાણથી હજીરા વચ્ચે નવા રેલવે ટ્રેકનું (Gothan Hazira New Railway Track Controversy )આયોજન કરવામાં આવતા 14 ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો અને હયાત રેલવે ટ્રેકનો જ ઉપયોગ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગણી કરી હતી. તેમ છતાં આજદિન સુધી જિલ્લા કલેકટર કચેરી દ્વારા જમીન સંપાદન માટે ફટકારેલી નોટિસ પરત ખેંચી નથી.