સુરત: આજે સવારે શારજાહથી સુરત આવેલી ફ્લાઇટમાંથી વરાછા વિસ્તારમાં રહેતા સંજય નામનો યુવક ઉતર્યો હતો. તે શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ યુવાનની અંગ ઝડતી લીધી હતી. કસ્ટમ વિભાગને સંજય પાસેથી રૂપિયા 9 લાખની કિંમતની 200 ગ્રામ વજનની સોનાની કેપ્સ્યુલ મળી આવી હતી. સંજય ગુદા માર્ગમાં આ કેપ્સ્યુલ છુપાવીને લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે ઝડપાયો હતો અને કસ્ટમ વિભાગે હાલમાં સંજયની સોનાની દાણચોરીના કેસમાં અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી છે.
શારજહા ફ્લાઇટથી આવેલા યાત્રી પાસેથી 9 લાખની સોનાની કેપ્સ્યુલ મળી આવી - સુરતથી શારજાહની ફ્લાઇટ શરૂ
શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં આવેલા સુરતના વરાછા વિસ્તારના એક યુવક પાસેથી કસ્ટમ વિભાગે સોનાની કેપ્સ્યુલ જપ્ત કરી છે. યુવક પાસેથી 9 લાખની કિંમતની 200 ગ્રામ વજનની સોનાની કેપ્સ્યુલ મળી આવી છે. ફ્લાઈટના યાત્રી પાસેથી સોનાની કેપ્સ્યુલ મળી આવતા કસ્ટમ વિભાગ દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી છે.
etv bharat
સંજય કોના માટે આ સોનું લાવ્યો હતો એ તપાસનો વિષય છે. સુરતથી શારજાહની ફ્લાઇટ શરૂ થયા બાદ દાણચોરીના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.