ગુજરાત

gujarat

ETV Bharat / city

નશીલા પદાર્થો માટે હબ બની રહ્યું છે ગુજરાત! પોલીસે ગાંજા સપ્લાયરની તોડી ચેન - ગુજરાતમાં ગાંજો સપ્લાયર

દક્ષિણ ગુજરાતમાં ગાંજો સપ્લાયરની શોધ સુરત (Cannabis Supplier in Surat) ક્રાઈમ બ્રાન્ચ કરી લીઘી છે. ઓરિસ્સા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે કેવી રીતે (Surat Crime Case) ધરપકડ કરવામાં જૂઓ.

નશીલા પદાર્થો માટે હબ બની રહ્યું છે ગુજરાત! પોલીસે ગાંજા સપ્લાયરની તોડી ચેન
નશીલા પદાર્થો માટે હબ બની રહ્યું છે ગુજરાત! પોલીસે ગાંજા સપ્લાયરની તોડી ચેન

By

Published : Aug 4, 2022, 10:17 AM IST

સુરત : છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં ઓરિસ્સાથી ગાંજો લાવી સુરતમાં (Cannabis seized in Surat) સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરની શોધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ગાંજાના મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે. ઓરિસ્સા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સામે સુરત શહેર અને (SOG Team Operation in Surat) જિલ્લા મળી 4 ગુના નોંધાયેલા હતા.

આ પણ વાંચો :Cannabis seized from Ahmedabad : અમદાવાદમાં પકડાયાં ડ્રગ ડીલર, જૂઓ શું છે કેસ

564 કિલો ગાંજાની હેરાફેરી - સુરત શહેર પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન (Drugs in Surat City campaign) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત તારીખ 22મી સપ્ટેમબર 2020 ના રોજ સુરત ગ્રામ્ય DCBએ પુણા પોલીસ સ્ટેશનની હદમાંથી આરોપી મિથુન રવીન્દ્ર સવાઈ તેમજ અન્ય ત્રણ લોકોને 56.45 લાખની કિમતના 564 કિલો 510 ગ્રામ ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. તારીખ 21મી નવેમ્બર 2021ના રોજ સુરત DCB પોલીસ દ્વારા પુણા પોલીસ મથકની હદમાંથી (Ganja Supplier in Gujarat) આરોપી મોંહમદ ફઈમ, મોહમદ રફીક શેખ તેમજ અન્ય એકને 1009 કિલો 290 ગ્રામ ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો :અમરેલી SOGએ દરોડા પાડી એક શખ્સને 32 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા -આ બંને ગુનામાં આરોપીઓની પૂછપરછમાં આ ગાંજો (Cannabis Supplier in Surat) ઓરિસ્સાથી સુરત દિલીપ ત્રીનાથ ગૌડાએ મોકલાવેલો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઓરિસ્સા ખાતે તેના વતન જઈને તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પોતે ઓડીશાથી ચોરી છુપીથી પોતાના મળતિયાઓ મારફતે છુટકમાં ગાંજાનું વેચાણ કરવા માટે મોકલતો હતો. આરોપી સામે સુરત ક્રાઈમ બ્રાંચમાં બે, પલસાણામાં એક અને કોસંબા (Surat Crime Case) પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે.

ABOUT THE AUTHOR

...view details