ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત રેલ્વે સ્ટેશનથી ભારતીય રેલ્વે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પરની જૂની પાર્સલ ઓફિસમાં ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ (Surat door to door postal service) સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. અહીં બે કાઉન્ટર અને લોન્જ બનાવવામાં આવ્યા છે. અહીંથી પ્રથમ વખત રેલ પોસ્ટલ સેવા શરૂ થશે.

સુરત રેલ્વે સ્ટેશનથી ભારતીય રેલ્વે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ
સુરત રેલ્વે સ્ટેશનથી ભારતીય રેલ્વે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ

By

Published : Mar 30, 2022, 5:26 PM IST

સુરત: દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા સુરત રેલવે સ્ટેશનની નવી સુરત ટર્મિનલ ઓફિસથી શરૂ થવા જઈ રહી છે. તેનું બુકિંગ આજથી શરૂ થશે. ભારતીય રેલ્વે દ્વારા ડોર ટુ ડોર ટપાલ (Surat door to door postal service) સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલ્વે સ્ટેશનથી શરૂ થશે.

સુરત રેલ્વે સ્ટેશનથી ભારતીય રેલ્વે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ

સુરત ટર્મિનલ ઓફિસ: આ માટે સુરત રેલવે સ્ટેશન (Surat railway station)ના પ્લેટફોર્મ 1 પરની જૂની પાર્સલ ઓફિસમાં ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. અહીં બે કાઉન્ટર અને લોન્જ બનાવવામાં આવ્યા છે. અહીંથી પ્રથમ વખત રેલ પોસ્ટલ સેવા શરૂ થશે. સુરત રેલવે સ્ટેશન પર દેશ માં સૌ પ્રથમવાર પાઇલોટ પ્રોજેકટ રૂપે રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ (Rail Dak Gatishakti Express Service) શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:જો પ્રેમ પ્રકરણમાં યુવક પરેશાન કરે તો પોલીસને ફોન કરો: FIR વિના થશે મદદ

પોસ્ટલ સર્વિસનું બુકિંગ: આ ડાક સર્વિસ પ્લેટફોર્મ નંબર 1 પર ઉભી કરવાંમાં આવી છે. સુરતથી વારાણસી (Surat to varanasi postal service)વચ્ચે પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવશે અને આ પહેલો રૂટ હશે. તાપ્તિગંગા ટ્રેનમાં રેલ્વે દ્વારા એક અલગ કોચ ઉમેરવામાં આવશે જે સુરતથી વારાણસી વચ્ચે રહેશે અને તેમાં પોસ્ટલ સર્વિસનું બુકિંગ કરવામાં આવશે. શહેરની હદમાં જ સેવાનો લાભ બુકિંગ રેટ આજે નક્કી કરાશે.

આ પણ વાંચો:Bhavnagar Railway Division: 7 ટ્રેનોમાં કોચ વધારાયા, સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત

100 કિલો સુધીના માલસામાન માટે ડોર ટુ ડોર સેવા: હાલ પ્રાયોગિક ધોરણે 100 કિલો સુધીના માલસામાન માટે ડોર ટુ ડોર સેવા શરૂ થઈ છે. સૌ પ્રથમ આ સેવા સુરતથી શરૂ થવા જઈ રહી છે. જ્યાં રેલ્વે દ્વારા 35 કિલોથી 100 કિલો સુધીના માલસામાન માટે ડોર ટુ ડોર સેવા પૂરી પાડવામાં આવશે. શહેરની સીમા હેઠળ આવતી બુકિંગ વસ્તુઓ તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવશે સાથે જ રેલ્વે દ્વારા નિર્ધારિત સ્થળ પર મોકલવામાં આવશે.

આ પણ વાંચો:લો બોલો, વિધાનસભાની જ કેન્ટીનમાં ઊઘાડી લૂંટ: છાસના પૈસા વધુ લેવાતા હોવાની ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details