સચિન ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોજીવાલા કમ્પાઉન્ડ નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગોડાઉનમાં ભંગાર અને પ્લાયવૂડના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતું. ભીષણ આગના કારણે ગોડાઉનની નજીક આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના સમયે ગોડાઉનમાં કોઈ કામદાર ન હોવાના કારણે કોઈ જાનહાની ના સમાચાર નથી.
સુરતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે - Fire In Debris Godown
સુરત: શહેરના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગની 15થી વધું ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ભંગારના ગોડાઉનમાં શોટ સર્કિટના આગ લાગી હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. આ આગના કારણે લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
સુરતના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
ફાયર વિભાગના અધિકારીના જણાંવ્યા મુજબ આખુ ગોડાઉન પતરાના શેડવાળું હતું જેમાં પ્લાયવુડ અને ભંગાર મુકવામાં આવ્યો હતો. મોટા ભાગે લાકડાનો સામાન હોવાને કારણે આગને કાબુમાં લેવા ભારી મુશ્કેલી સર્જાઈ રહી છે. આગ ઉપર કાબુ મેળવવા માટે હજુ કલાકોનો સમય લાગી શકે છે. પતરાના શેડ હટાવવા માટે જેસીબી મશીન પણ મંગાવવામાં આવ્યું હતું.