ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હોસ્પિટલમાં આગની ઘટના વારંવાર જોવા મળી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા આંખના વિભાગમાં અચાનક આગ લાગી ઉઠી હતી. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અહીં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

By

Published : May 24, 2021, 6:44 AM IST

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ

  • આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી નહિ હોવાનો હોસ્પિટલ તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો
  • હાલ આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો છે

રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા આંખના વિભાગમાં અચાનક આગ લાગી ઉઠી હતી. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અહીં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આગ લાગવાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ

આ પણ વાંચોઃસુરતની મેટાસ એડવાન્સ હોસ્પિટલમાં નોન કોવિડ વોર્ડમાં આગ લાગી

રૂમમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઇ ગયો

સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી, પરંતુ રૂમમાં રાખવામાં આવેલો સમાન બળીને રાખ થઈ ગયો હતો.

ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં બ્લાસ્ટ થતા લાગી આગ

સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આવેલા આંખના વિભાગના એક રૂમમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં અચાનક બ્લાસ્ટ થવાના કારણે આ આગ લાગી હતી. જ્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી નહિ હોવાનો હોસ્પિટલ તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

આગની ઘટના બનતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી

હાલ આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો છે. ઉલ્લેખનિય છે કે, સિવિલ હોસ્પિટલમાં હાલ કોવિડના દર્દીઓની સંખ્યા વધુ હોય છે અને આગની ઘટના બનતા હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details