ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 4 દિવસમાં 3 લાખ સુધીનો દંડ વસૂલાયો, ડેન્ગ્યુ મલેરિયા કેસોમાં વધારો થતાં તંત્રનો સપાટો - સુરતમાં ડેન્ગ્યુ મલેરિયા કેસોમાં વધારો

સુરતમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોના કેસોમાં વધારો થતા એસએમસી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતના તમામ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. સ્વચ્છતાને લઇ જ્યાં બેદરકારી સામે આવી હતી ત્યાંથી દંડ વસૂલવામાં આવ્યો હતો. Fine of 3 lakhs collected in 4 days by SMC, Dengue cases Increase in surat , Surat Corporation Health Team Checking

સુરતમાં 4 દિવસમાં 3 લાખ સુધીનો દંડ વસૂલાયો, ડેન્ગ્યુ મલેરિયા કેસોમાં વધારો થતાં તંત્રનો સપાટો
સુરતમાં 4 દિવસમાં 3 લાખ સુધીનો દંડ વસૂલાયો, ડેન્ગ્યુ મલેરિયા કેસોમાં વધારો થતાં તંત્રનો સપાટો

By

Published : Aug 27, 2022, 8:25 PM IST

સુરત સુરતમાં ડેન્ગ્યુ મલેરિયા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસોમાં વધારો (Dengue cases Increase in surat ) થતો જોવા મળ્યો હતો. જેથી સુરતમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. અલગ અલગ ટીમ બનાવી દરેક ઝોનમાં વિવિધ જગ્યાઓ પર મચ્છરની ઉત્પતિની તપાસ કરવામાં આવી હતી.

સુરત કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા જ્યાં બાંધકામ થતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી

લોકોને પણ ખાસ ધ્યાન રાખવા અપીલ સુરત કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા જ્યાં બાંધકામ થતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. આવી જગ્યાઓએ જ્યાં બેદરકારી જણાઇ આવી હતી ત્યાંથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. તેમજ ઘરે ઘરે જઈને તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને પણ ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો મચ્છરના બ્રિડિંગ મળતા AMCએ 18 સાઈટને નોટિસ અને 2 સાઈટ સીલ કરી

સુરતમાં 4 દિવસમાં 3 લાખ સુધીનો દંડ વસૂલાયો આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગોને લઈને તમામ ઝોનમાં ટીમ બનાવીને તપાસ (Surat Corporation Health Team Checking) કરવામાં આવી રહી છે. સુરત કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરતાં બાંધકામ સાઈટો પણ તપાસ કરવામાં આવી છે. અને જ્યાં બેદરકારી જણાય આવે ત્યાંથી દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા 4 દિવસમાં 3 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવ્યો (Fine of 3 lakhs collected in 4 days by SMC) છે. તેમજ ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા, AMC આવ્યું હરકતમાં

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details