ગુજરાત

gujarat

ETV Bharat / city

Fever Cases In Surat: કોરોનાના કહેર વચ્ચે સિવિલ હૉસ્પિટલ શરદી-ખાંસી અને તાવના દર્દીઓથી ઉભરાઈ - કોરોના ટેસ્ટિંગ સુરત

સુરતમાં શરદી-ખાંસી, તાવ (Fever Cases In Surat) અને ગળામાં ખરાશના કેસો વધ્યા છે. સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Surat)માં આવા દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં 2,000 જેટલા દર્દીઓ આવ્યા છે. જો કે દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે.

Fever Cases In Surat: કોરોનાના કહેર વચ્ચે સિવિલ હૉસ્પિટલ શરદી-ખાંસી અને તાવના દર્દીઓથી ઉભરાઈ
Fever Cases In Surat: કોરોનાના કહેર વચ્ચે સિવિલ હૉસ્પિટલ શરદી-ખાંસી અને તાવના દર્દીઓથી ઉભરાઈ

By

Published : Jan 20, 2022, 6:06 PM IST

સુરત: કોરોનાના કેસો (Corona Cases In Surat)માં એક બાજુ વધારો થઇ રહ્યો છે, તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલ (Civil Hospital Surat) શરદી-ખાંસી, ગાળામાં ખરાશ જેવા દર્દીઓ (Fever Cases In Surat)થી ઉભરાઈ રહી છે. સિવિલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના કેસસતત વધી રહ્યા છે. સુરત શહેરમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં શરદી-ખાંસી, ગળામાં ખરાશ, તાવના લક્ષણ જેવા દર્દીઓની સખ્યામાં વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી આ પ્રકારના દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાઈ છે.

સિવિલ હોસ્પિટલમાં શરદી-ખાંસી, ગળામાં ખરાશ, તાવના લક્ષણ જેવા દર્દીઓની સખ્યામાં વધારો થયો છે.

શરદી-ખાંસી કે તાવના લક્ષણ હોય તો હોમ આઇસોલેટ થવું

કોરોના (Corona In Surat) ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશ અને શહેરોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જો લોકોને થોડા પણ શરદી-ખાંસી, ગાળામાં ખરાશ કે તાવના લક્ષણ હોય તો સૌથી પેહલા તેઓ હોમ આઇસોલેટ થાય. રિપોર્ટ કરાવાનો રહેશે જે, તમને 24 કલાકમાં મળશે. રિપોર્ટ મળે ત્યાં સુધી જો બધા લોકો સાથે મળે-ફરે તો બીજા લોકોમાં ફેલાવાના ખુબ જ ચાન્સ છે.

વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી

આ વખતનો વાયરસ ખુબ જ ઝપડથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. ઘણા લોકો આઇસોલેટ થઇ જવાના ડરથી ટેસ્ટિંગ (Corona Testing Surat) પણ નથી કરાવી રહ્યા. ઘણા પ્રસંગમાં જવાનું રહી જશે એ કારણે પણટેસ્ટિંગ નથી કરાવી રહ્યા અને લોકો સાથે ભેગા મળીને રહે છે. જે લોકોએ વેક્સિન (Vaccination In Surat)નો સેકન્ડ ડોઝ લેવાનો બાકી હોય એ લોકોએ ચોક્કસપણે સેકન્ડ ડોઝ લેવો જોઇએ. કારણકે એનાથી આપણે સિરિયસ લી લઇ શકીશું જે આપણે પેહલી અને બીજી વેવમાં જોયું એ રીતે ત્રીજી વેવમાં જોવાનો વારો ન આવે.

આ પણ વાંચો:સુરતમાં જે લોકોએ વેકિસન લીધી નથી તેના માટે ત્રીજી લહેર ખતરા રુપ છે : SMC કમિશનર

છેલ્લા 10 દિવસમાં 2000 જેટલા દર્દીઓ

આમ તો મોટાભાગના લોકો વેક્સિનેટેડ છે. છેલ્લા 10 દિવસમાં 2,000 જેટલા દર્દીઓ આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે, પરંતુ દાખલ દર્દીઓ ખુબ જ ઓછા છે. હોસ્પિટલના ઓપીડીમાં મોટા ભાગમાં દર્દીઓ શરદી-ખાંસી, ગાળામાં ખારાશ, અશક્તિ, સ્વાદ નઈ આવવો, એવા આવી રહ્યા છે. રોજના 150થી 200 જેટલા દર્દીઓ આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી એજ રીતના દર્દીઓ આવી રહ્યા છે. વચ્ચે 250 જેટલા દર્દીઓ પણ નોંધ્યા હતા અને રોજના 10થી 12 દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. એટલે છેલ્લા 10 દિવસમાં 2000 જેટલા દર્દીઓ આવ્યા છે. હાલ 90 જેટલા દર્દીઓ દાખલ છે.

આ પણ વાંચો:કોરોનામાં મૃત્યુ પામનાર પારસીઓની અંતિમવિધિની SOPમાં ફેરફાર નહીં કરી શકાય : કેન્દ્ર સરકાર

ABOUT THE AUTHOR

...view details