ગુજરાત

gujarat

ETV Bharat / city

પુત્રે પિતા વિરુદ્ધ અરજી કરીઃ પિતા જેલમાંથી ફોન કરી એસિડ એટેક મામલે સમાધાન કરવા કરે છે દબાણ - Drug Dealer Imtiyaz

કોર્ટમાં એક પુત્રએ પિતા વિરુદ્ધ અરજી કરી હતી કે પિતા જેલમાંથી ફોન કરી એસિડ એટેક મામલે સમાધાન કરવા દબાણ કરી રહ્યાં છે. ઘટનાની ગંભીરતા જોઈ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2019માં પિતા દ્વારા કરાયેલ એસિડ એટેકની ઘટનામાં પુત્રે માતાને ગુમાવી દીધી હતી જ્યારે તે પોતે પણ ભાઈબહેનો સહિત દાઝી ગયો હતો.

પુત્રે પિતા વિરુદ્ધ અરજી કરીઃ પિતા જેલમાંથી ફોન કરી એસિડ એટેક મામલે સમાધાન કરવા કરે છે દબાણ
પુત્રે પિતા વિરુદ્ધ અરજી કરીઃ પિતા જેલમાંથી ફોન કરી એસિડ એટેક મામલે સમાધાન કરવા કરે છે દબાણ

By

Published : Mar 9, 2021, 10:49 PM IST

  • સુરત કોર્ટમાં પુત્રએ પિતા વિરુદ્ધ કરી અરજી
  • પિતાએ કરેલા એસિડ એટેકમાં માતાનું થયું હતું નિધન
  • એસિડ એટેકમાં ભાઈબહેન સહિત અરજદાર દાઝી ગયો હતો
  • પિતા સમાધાન કરી લેવા જેલમાંથી ફોન કરી દબાણ કરતાં હોવાની ફરિયાદ

સુરતઃ વર્ષ 2019માં સુરતના વરાછામાં હરિધામ સોસાયટીમાં 8મી ઓગસ્ટના રોજ હચમચાવી દેનાર ઘટના બની હતી. જેમાં આરોપી છગન વાળા ભરઊંઘમાં પત્ની અને પોતાના સંતાનો ઉપર એસિડ એટેક કરી નાસી ગયો હતો.. આ ઘટનામાં દાઝેલી પત્નીનું સારવાર બાદ મોત નીપજ્યું હતું, એટલું જ નહીં સુરતમાં જ એમબીબીએસનો અભ્યાસ કરતા ભાર્ગવને પણ ચહેરા પર અને શરીરના અનેક ભાગે એસિડના કારણે ઈજાઓ પહોંચી હતી. અન્ય એક દીકરીને પણ એસિડને કારણે ઈજાઓ થઈ હતી.. આ અમાનવીય ઘટનાને અંજામ આપી આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી છગનને ઘટનાના છ મહિના બાદ ઝડપી પાડયો હતો. તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિદ્વાર અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યો હતો. તમામ સ્થળે તે શહેરના રેલવે સ્ટેશન પર સૂઈ જતો હતો. એટલું જ નહીં, હરિદ્વાર ખાતે પોતાના કરેલા પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યું હતું.

આ ઘટનામાં જે ફોન વપરાયો તેના પરથી અન્ય આરોપીઓ પણ પરિવાર સાથે વાત કરતાં હતાં

પરિવારે કોર્ટમાં અરજી કરી હતી

છગન હીરાના કારખાનામાં કામ કરતો હતો. હીરા સાફ કરવા માટે જે એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ એસિડની બે બોટલો તેણેે 40 રૂપિયામાં ખરીદી હતી અને 8મી ઓગસ્ટના રોજ તેણે પોતાના પરિવાર ઉપર એસિડ એટેક કર્યો હતો. પોલીસને તેણેે જણાવ્યું હતું કે ઘરકંકાસના કારણે તે કંટાળીને પરિવારને મોતના ઘાટ ઉતારવા માગતો હતો. આ સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. પુત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે જે લાજપોર જેલને હાઇટેક જેલ તરીકે ગણવામાં આવે છે તે જ જેલમાંથી આરોપી છગન લેન્ડલાઈન નંબર પરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરે છે. પુત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પિતા છગન વાળા મોબાઇલ ફોન પરથી પણ કોલ કરી રહ્યાં હતાં. ત્રણ વાર ફોન થતાં આખરે પરિવારે કોર્ટમાં અરજી કરી હતી. અરજી થયા બાદમાં ઘટનાની ગંભીરતા જોઈ કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યાં હતાં.

આ પણ વાંચોઃ સુરતમાં સંબંધોનું ખુન, નફ્ફટ પિતા પરિવાર પર એસિડ નાખી થયો ફરાર

એમડી ડ્રગ્સના ડીલર ઈમ્તિયાઝ પણ તેના પરિવારના સભ્યો સાથે નિયમિત વાત કરતો હોવાનું સામે આવ્યું

ઘટના અંગે સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં જે મોબાઈલ નંબર પરથી જેલમાંથી ફોન આવી રહ્યાં હતાં તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના આધારે અમે ચાર કેદીઓ સામે ગુનો નોંધ્યો છે. એટલું જ નહીં, જેલમાં બંધ એમડી ડ્રગ્સના ડીલર ઇમ્તિયાઝ પણ તેના પરિવારના સભ્યો સાથે નિયમિત વાત કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હત્યાનો આરોપી બબલુ પણ તેના સંબંધીઓ સાથે વાત કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અન્ય એક આરોપી સલીમ કુરેશી પણ આ નંબરનો ઉપયોગ કરી ચૂક્યો છે. જેથી ચારેય સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચોઃ સુરત: પત્ની અને બે બાળકો પર એસિડ એટેક કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details