ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ખાતે પૂજ્ય ગાંધીજીના સભામાં ભાષણના અંશ - GANDHIJI

સુરતમાં 1 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન ગાંધીજી દ્વારા સુરતના આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે, આ દાંડીયાત્રા દરમિયાન તમે પકડાઈ જાવ અને તમને ફાંસીએ ચઢાવે તો પણ તમે ડરતા નહીં.

સુરત ખાતે પૂજ્ય ગાંધીજીના સભામાં ભાષણના અંશ
સુરત ખાતે પૂજ્ય ગાંધીજીના સભામાં ભાષણના અંશ

By

Published : Apr 2, 2021, 7:12 AM IST

Updated : Apr 2, 2021, 1:08 PM IST

  • 12 માર્ચ 1930ના રોજ દાંડીયાત્રામાં 78 જેટલા ક્રાંતિકારી ભાઈઓએ ભાગ લીધો હતો
  • ગાંધીજી બાપુ દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
  • પદયાત્રીઓને સુરતના ડાકા ઓવરા ખાતે લઈ જવામાં આવ્યા હતા

સુરત: આઝાદીની ચળવળમાં ગાંધીજી દ્વારા 12 માર્ચ 1930ના રોજ જ્યારે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે 78 જેટલા ક્રાંતિકારી ભાઈઓએ યાત્રામાં ભાગ લીધો હતો. દાંડી યાત્રા 1 એપ્રિલ 1930ના રોજ સુરત ખાતે પહોંચી હતી. ત્યારે સુરતના આગેવાનો દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા પદયાત્રીઓ માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરતના ડાકા ઓવારા ખાતે સભા યોજી હતી

સુરતના આગેવાનો દ્વારા પદયાત્રીઓને વિનંતી કર્યા બાદ પદયાત્રીઓને સુરતના ડાકા ઓવરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ગાંધીજી બાપુ દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે સભામાં ગાંધીજી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, સુરત શહેરે મારું અને મારા પદયાત્રીઓનું આટલું સરસ સ્વાગત કર્યું છે. તે માટે હું સુરતના આગેવાનોનો ઉપકાર માનું છું. આ સ્વાગતમાં અનેક આગેવાનો આટલી વિશાળ સભા જોઈને હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. સુરતના આગેવાનોમાં હિન્દુ-મુસ્લીમ, શીખ, ઇસાઇ, પારસી જેવા આગેવાનોને લઈને હું દાંડી જઈ રહ્યો છું.

શેતાની સલ્તનત નાશ પામો એવી પ્રાર્થના કરવી એ આપણો ધર્મ છે

ગાંધીજી દ્વારા આ સભામાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, "અંગ્રેજ સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યની પ્રજા પાસે કર લેવાની ઘણી બધી યુક્તિઓ છે. જોકે, આપણે બધા મળીને કોઈ એવી યુવતી શોધવી જોઈએ જેથી સરકાર દેશના માણસો પાસેથી કર લેવાનું છોડી દે. મેં આવો ન્યાય જગતમાં કયાંય સાંભળ્યો નથી. આવી શેતાની સલ્તનત નાશ પામો એવી પ્રાર્થના કરવી એ આપણો ધર્મ છે. હું 20 દિવસથી આવી પ્રાર્થના કરું છું. ઈશ્વરની ખૂબી તો જુઓ કે સરકાર મને અને મારા સાથીઓને છૂટા મૂકે છે. તેમાં આ સલ્તનતની ખૂબી રહેલી છે."

આ પણ વાંચો:અમદાવાદથી નિકળેલી દાંડીયાત્રા ૩ એપ્રિલે પહોંચશે નવસારી

અંગ્રેજ સરકાર પાસે લશ્કર છે

ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું કે, "અંગ્રેજ સરકાર પાસે મોટા પ્રમાણમાં લશ્કર પણ છે અને દારૂગોળો પણ છે. એ લોકો ચાહે તો મને એક ચપટીમાં જ કચડી નાખી શકે છે. અમદાવાદ સાબરમતી આશ્રમથી જ્યારે મેં દાંડી યાત્રા શરૂ કરી ત્યારથી જ મને એવી ઇચ્છા હતી કે, હું સુરતમાં તાપી કિનારે સભા કરીને હું પકડાઇ જઇશ અને પકડાઈ જવામાં મને કોઈ જ ડર નથી. મારી સાથે તમે બધા પણ ડરવાનું છોડી દો. હવે અહીં આવેલી બહેનો પણ ન ડરે."

જો પકડાઈ જાઓ અને તમને ફાંસીએ ચઢાવે તો પણ ડરવું જોઈએ નહીં: ગાંધીજી

ગાંધીજી કહ્યું કે, હું આપ સૌને એક મંત્ર આપવા માગું છું. જો પકડાઈ જાઓ અને તમને ફાંસીએ ચઢાવે તો પણ ડરવું જોઈએ નહીં. તમે તમારા રાષ્ટ્રના ધર્મનું પાલન કરી રહ્યા છો. આ કોઈ પાપ નથી. હું તો પકડાઈ જાઉં ત્યારે પણ જેલમાં રહીને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, આ સરકારનું તું હ્રદય પરિવર્તન કર, ઇન્સાનિયત જાગે એવી ભાવના પેદા કર. મારાથી કોઈનું સપનામાં પણ ખોટું ન થાય તો આ લોકોનું હું કઈ રીતે ખોટું વિચારી શકું છું. આતો તેમના ભલા માટે જ છે.

આ પણ વાંચો:મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દાંડીયાત્રામાં જોડાશે

Last Updated : Apr 2, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details