ગુજરાત

gujarat

By

Published : Jun 17, 2022, 3:42 PM IST

ETV Bharat / city

Rape case in Surat: દુષ્કર્મના કેસમાં આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ પણ ના સુધર્યો, કર્યું આ કામ

સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં(Chobazar Police Station Surat) એક સગીરા પાર દુસ્કર્મ આચરનાર આરોપી વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવી હતા. આરોપીને પોલીસે ઝડપી પણ પડ્યો હતો. એ બાદ નામદાર કોર્ટે જામીન આપતા આરોપીએ સંપર્ક કર્યો હતો. આ દરમિયાન શું થયું આગળ જાણો.

Rape case in Surat: દુષ્કર્મના કેસમાં આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ પણ ના સુધર્યો, કર્યું આ કામ
Rape case in Surat: દુષ્કર્મના કેસમાં આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ પણ ના સુધર્યો, કર્યું આ કામ

સુરત: શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં(Chobazar Police Station Surat) સગીરા ઉપર દુષ્કર્મ કેસ(Rape case in Surat) મામલે આરોપીને નામદાર કોર્ટ દ્વારા કેટલીક શરતોને(Terms by Honourable Court) આધીન જામીન ઉપર છોડવામાં આવ્યો હતો. જામીન ઉપર મુક્ત(Free on bail) થયા બાદ આરોપીએ ભોગ બનનારના ભાઈને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા નામદાર કોર્ટ દ્વારા આરોપીની જામીન રદ કરવામાં આવી છે.

ચોક બજાર પોલીસ સ્ટેશન

આ પણ વાંચો:Surat Crime News : ગેંગરેપ કરી વીડિયો ઉતારનાર આરોપી ઝડપાયો

નામદાર કોર્ટે શરતો રાખી હતી? - સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ કેસ મામલે આરોપીને નામદાર કોર્ટ દ્વારા જામીન ઉપર છોડીતી વખતે શરતો રાખવામાં આવી હતા. નામદાર કોર્ટે શરતો મુજબ ભોગ બનનારના પરિવાર સાથે તમે કોઈપણ સંપર્ક કરશો નહીં તેવી શરતોને આધીન ઉપર આરોપીની જામીન આપવામાં આવી હતી. આરોપીએ જામીન ઉપર મુક્ત થયા બાદ ભોગ બનનારના ભાઈને સોશિયલ મીડિયા થકી ફ્રેન્ડ રિક્વેસ્ટ(Friend Request via Social Media) મોકલતા નામદાર કોર્ટ દ્વારા આજરોજ આરોપીની જામીન રદ કરવામાં આવી છે.

કોર્ટ દ્વારા આરોપીને ભોગ બનનારના સગા સંબંધીઓ સાથે સંપર્ક કરવાનો ના પાડી હતી - સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ કેસ મામલે આરોપી જિતેન્દ્ર ચૌધરી જેઓ હીરા ઘસવાનું કામ કરે છે. તેણે તરુણી સાથે સોશિયલ મીડિયા થ્રુ સંપર્ક સાધી તેને બોલાવી તેની ઉપર જબરજસ્તી દુષ્કર્મ કર્યો હતો. જે મામલે સગીરાના પરિવારને જાણ કર્યા બાદ પરિવાર દ્વારા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇ આરોપી જીતેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી હતી.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ જેલમાં રહ્યા બાદ આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન ઉપર મુક્ત કરવા માટે કેટલીક શરતોને લઈને જામીન ઉપર મુક્ત કર્યો હતો.

આ પણ વાંચો:Ahmedabad Rape Case : યુવતીને લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ

કોટના નિયમોનો ભંગ કરવા બદલ આરોપીની જામીન રદ - આરોપી જિતેન્દ્ર ચૌધરી જામીન ઉપર છૂટયા બાદ ભોગ બનનારના ભાઈ અને તેના સગા સંબંધીઓને સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો. તેણે ભોગ બનનારના ભાઈને સોશિયલ મીડિયા થ્રુ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા જ ભોગ બનનારના પિતાએ આ બાબતની જાણકારી કોર્ટમાં આપતા નામદાર કોર્ટ દ્વારા કોટના નિયમોનો ભંગ કરવા બદલ આરોપી જીતેન્દ્ર ચૌધરીની જામીન રદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details