- 85 થી 90 હજાર લોકોનો બીજો ડોઝ ડ્યૂ થઈ ગયો છે
- 80 ટકા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે
- મેસેજ અને સર્વેલન્સ વર્કર થકી બીજો ડોઝ લેવા માટે માહિતીગાર કરાશે
સુરત : રસીકરણની પ્રક્રિયા અંગે વધુ જણાવતાં ડૉ આશિષ નાયકે જણાવ્યું કે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 33,52,000 જેટલા એલિજેબલ 26,82,000 પોપ્યુલેશનને વેકસિનેટ કરવાના હતાં.તે પૈકી એટલેકે 80 ટકા જેટલા લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સાથે 9,00,000 જેટલા લોકોને સેકન્ડ ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સેકન્ડ ડોઝના જે 85 થી 90 હજાર લોકોના કે જેમના બીજો ડોઝ ડ્યૂ થઈ ગયાં છે એટલે કે 84 દિવસ કરતાં ઉપર થઈ ગયા છે તેઓ દ્વારા ડોઝ લેવાયો નથી. આ તમામને મોબાઇલ એસએમએસ અથવા મોબાઇલથી જાણ કર્યા બાદ સર્વલન્સ વર્કર દ્વારા તેઓના ઘરે જઈને પણ જાણ કરવામાં આવશે અને નજીકના વેકસિન સેન્ટરોને માહિતગાર કરીને વેકસીન વિશે સમજવાનો પ્રયત્ન સુરત કોર્પોરેશન કરી રહી છે.