- શુક્રવારથી સમગ્ર રાજ્યમાં શરૂ થયું વેકસીનેશન
- 18 થી 45 વર્ષના લોકોએ ઓનલાઈન નોંધણી કરાવવી ફરજીયાત
- કોવિન પોર્ટલ કે એપ પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે
બારડોલી : સુરત (Surat) જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શુક્રવારથી 18 થી 45 વર્ષની વયજુથ ધરાવતા યુવાનોને પણ રસી મુકવાનું શરૂ થતા, રસીકરણ કેન્દ્રો પર યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. 18 વર્ષથી ઉપરનાને જિલ્લાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને નક્કી કરેલા સન્ટરો પર વેકસીનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરનાને વેકસીન માટે આપી છૂટ
કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે ત્યારે આ જીવલેણ રોગને નાથવા માટે ઝડપી વેકસીનેશન જ એક ઉપાય બચ્યો છે. સરકાર પણ જેમ બને તેમ વધુ ને વધુ લોકો વેકસીન મુકાવે તેવા પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી માત્ર 45વર્ષથી વધુ વય ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવતું હતું. પરંતુ આજે શુક્રવારથી 18થી ઉપરની વયજુથના લોકોને પણ વેકસીન મુકવાની છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં ગુરૂવારે વધુ 2389 લોકોએ કોરાના રસી લીધી