ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં કર્મચારીઓને પગાર નહીં મળતા હડતાલ પર ઉતર્યા - સુરત ન્યૂઝ

સુરત સિવિલ હોસ્પિટલના COVID-19 સેન્ટરમાં કામ કરતા સફાઈ કામદારોને પગાર ચુકવવામાં નહીં આવતા તેઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. કામ કરતા કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર ઉપર 3 મહિનાનો પગાર નહીં ચૂકવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

Surat
Surat

By

Published : Jan 6, 2021, 10:53 AM IST

  • સુરત સિવિલ હોસ્પિટલ કોવિટ સેન્ટરમાં કર્મચારીઓની હડતાલ
  • બે મહિનાથી પગાર નહીં મળતા રોષ વ્યક્ત કર્યો
  • પગાર નહી મળે તો ભુખ હડતાલ પર ઉતરવાની ઉચ્ચારી ચિમકી

    સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલના COVID-19 સેન્ટરમાં કામ કરતા સફાઈ કામદારોને પગાર ચુકવવામાં નહીં આવતા તેઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. કામ કરતા કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર ઉપર 3 મહિનાનો પગાર નહીં ચૂકવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

    પગાર નહીં મળે તો ભૂખ હડતાલ કરીશું

    સફાઈ કર્મચારી ઈરફાન ખાને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે અમને બે મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી. નુરા, બુલાબ, સતીષ, ગાધિ અને ભરત નામના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતાં. પગાર નહીં આપવામાં આવે તો અમે ભૂખ હડતાલ કરીશુ.
સુરત સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં કર્મચારીઓને પગાર નહીં મળતા હડતાલ પર ઉતર્યા

કોરોના કહેર વચ્ચે જીવના જોખમે કામ કરતા હતા

સુરત કોરોના વિકટ પરિસ્થિતિમાં જીવના જોખમે કામ કરતાં સફાઈ કર્મચારીઓને પગાર નહીં ચુકવવામાં આવતા તેઓ નવી સિવિલ હોસ્પિટલ covid-19 સેન્ટર બહાર હડતાલ પર ઉતરી ગયા હતાં. તેઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પગારની માંગ કરી છે. સફાઈ કર્મચારીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું કોવિડમાં કામ કરતો હતો, અમે કોરોના કહેર વચ્ચે કામ કર્યું છે. અમારો બે મહિનાનો પગાર બાકી છે. આજે અમે ચોથી વખત હડતાલ પર ઉતર્યા છે તેમ છતાં અમને પગાર આપવામાં આવ્યો નથી.

સુરત સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં કર્મચારીઓને પગાર નહીં મળતા હડતાલ પર ઉતર્યા


સફાઈ કર્મચારી ઈરફાન ખાને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે અમને બે મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી, નુરા,બુલાબ,સતીષ,ગાધિ, ભરત નામના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતાં. પગાર નહીં આપવામાં આવે તો અમે ભૂખ હડતાલ કરીશું.

ABOUT THE AUTHOR

...view details