ગુજરાત

gujarat

પેન્શન ચૂકવણી કચેરીનો કર્મચારી લાંચના છટકામાં ઝડપાયો, સુરત ACB નો સપાટો

By

Published : Sep 20, 2022, 9:10 PM IST

સુરત શહેરના પેન્શન ચુકવણી કચેરીમાં ફરજ બજાવતો વર્ગ 3 ના કર્મચારીને આજે રૂપિયા 60,000 ની લાંચ લેતા ACB એ રંગે હાથે ઝડપી પડ્યો હતો. કર્મચારીએ ફરિયાદી પાસે પેન્શન રકમની કાર્યવાહી કરવા માટે લાંચ માગી હતી. આ કર્મચારી રૂપિયા 60,000 ની લાંચ લેતા ઝડપાયો હતો. Employee of Surat pension payment office caught in ACB bribery trap

પેન્શન ચૂકવણી કચેરીનો કર્મચારી લાંચના છટકામાં ઝડપાયો, સુરત ACB નો સપાટો
પેન્શન ચૂકવણી કચેરીનો કર્મચારી લાંચના છટકામાં ઝડપાયો, સુરત ACB નો સપાટો

સુરત શહેરમાં દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ કોઈક ને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા જોવા મળી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારમાં તેઓ ACB ના સંકજામાં પણ આવી જતા હોય છે. એ તમામ બાબતો સમાચાર માધ્યમોમાં છવાતી રહે છે. તેમ છતાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા અટકતા નથી. આજ રોજ શહેરની પેન્શન ચૂકવણી કચેરીમાં ફરજ બજાવતો વર્ગ 3 નો કર્મચારી રૂપિયા 60,000 ની લાંચ લેતા ACB છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. પેન્શન અંગેની કાર્યવાહી કરવા માટે આરોપી વિવેકભાઈ જયંતિભાઈ કેવડીયાએ ફરિયાદી પાસે રૂપિયા 60,000 ની લાંચ માંગી હતી.

ફરિયાદી પાસે રૂપિયા 60,000 ની લાંચ માંગી હતી

સુરત ACBમાં ફરિયાદ સુરત એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આવી ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પતિ સરકારી કર્મચારી હોઇ અને તેઓ ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા છે. ત્યારે ફરિયાદીને પતિના મૃત્યુ બાદ તેમની પેન્શન મળવાપાત્ર રૂપિયા 2,60,000 હોય છે. આ પેન્શનની રકમ ચાલુ કરવા માટે પેન્શન કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 3નો કર્મચારી વિવેકભાઈ જયંતિભાઈ કેવડીયાએ આ બાબતે કાર્યવાહી કરવા માટે રૂપિયા 60,000 ની લાંચ માગી હતી. જેને લઈને ફરિયાદી લાંચ ન આપતા માંગતા હોઇ તો તેમણે એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ પેન્શન ચૂકવણાં કચેરી પાસે વોચગોઠવીઆ બાબતને લઈને આજ રોજ એસીબી પોલીસે સુરત જિલ્લા સેવા સદનમાં આવેલી બી વિંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર પેન્શન ચૂકવણાં કચેરી પાસે વોચ ગોઠવી હતી. અને ત્યારબાદ ફરિયાદીએ આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરતા તે સ્થળે ફરિયાદીએ આરોપીને જેવી રૂપિયા 60,000 ની લાંચ આપી કે તરત એસીબીએ આરોપી વિવેકભાઈ જયંતિભાઈ કેવડીયાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ એસીબીએ આરોપીને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ABOUT THE AUTHOR

...view details