ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારે વરસાદના કારણે વીરા નદી પર આવેલા ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું - સુરતમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માંડવી તાલુકામાં ગત 24 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. આ 6 ઇંચ વરસાદ થતાં માંડવી તાલુકાની વીરા નદીમાં પાણીની આવક શરૂ થઇ છે. જેથી વીરા નદી ગાંડીતુર બની છે.

ETV BHARAT
ભારે વરસાદના કારણે વીરા નદી પર આવેલા ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું

By

Published : Aug 13, 2020, 12:41 AM IST

સુરત: માંડવી તાલુકાના દેવગઢ ગામે વીરા નદી પર આવેલો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધ છલકાતા આજુબાજુ વિસ્તારના સહેલાણીઓ આ ધોધ જોવા ઉમટી પડ્યા હતા.

ભારે વરસાદના કારણે વીરા નદી પર આવેલા ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું

ચોમાસામાં ખાસ કરીને ગુજરાતના લોકો સાપુતારા જેવા હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરે છે, પરંતુ માંડવીના દેવગઢ ગામમાં આવ્યા બાદ ડાંગ જિલ્લામાં આવ્યા હોવાનો અનુભવ સહેલાણીઓને થતો હોય છે. જેથી સુરતી લાલાઓ તથા આજુબાજુના વિસ્તારના લોકો સાપુતારા જવાને બદલે માંડવી અને ઉમરપાડા તાલુકાની મુલાકાત લઇ કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.

માંડવી અને ઉમરપાડા સુરત જિલ્લાના છેવાડાના તાલુકાઓ છે અને આ બન્ને તાલુકા જંગલથી ઘેરાયેલા છે. ઉમરપાડા તાલુકાને સુરત જિલ્લાનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે. કારણ કે, દર વર્ષે સૌથી વધુ વરસાદ આ જ તાલુકામાં પડે છે.

ABOUT THE AUTHOR

...view details