ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રગ્સ કનેક્શનમાં સુરતથી એકની કરાઇ અટકાયત

વડોદરામાં મોકસી ફેક્ટરીમાં Drugs seized in Vadodara પકડાયેલું ડ્રગ્સ કેસનું કનેક્શન સુરત સુધી પહોંચ્યું છે. જેને લઈને સુરત પોલીસે આરોપીને શહેરમાંથી અટકાયત કરી આગળની (Drugs case in Surat) કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આરોપીની પત્નીને પુછપરછ કરતા ચોંકાવાનારી વિગતો સામે આવી હતી.

ડ્રગ્સ કનેક્શનના તાર મળ્યા અન્ય શહેરમાં થયો ચોંકવનારો ખુલાસો
ડ્રગ્સ કનેક્શનના તાર મળ્યા અન્ય શહેરમાં થયો ચોંકવનારો ખુલાસો

By

Published : Aug 17, 2022, 9:02 AM IST

Updated : Aug 17, 2022, 1:09 PM IST

સુરતરાજ્યમાં નશાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે વડોદરા ખાતે આવેલી સાવલી (Drugs seized in Vadodara) નજીક મોકસી ફેક્ટરીમાં પકડાયેલું ડ્રગ્સ કેસનું કનેક્શન સુરત સુધી પહોંચ્યું છે. સુરત શહેરના મોટા વરાછા ખાતે રહેતા આરોપી મહેશ વૈષ્ણવને સુરતથી પોલીસે પકડી લીધો છે. આ બાબતે આરોપી મહેશની પત્નીએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા પોલીસને તેની અટકાયત કરી છે, પણ કયા મામલે અટકાયત થઈ છે આ અંગે તેને કોઈ (Drugs case in Surat) જાણકારી નથી.

આ પણ વાંચોપોલીસે ફરી કર્યો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

પકડાયેલા શખ્સની ઓળખાણ ગુજરાતમાં પાનોલી GIDC તેમજ સાવલીની એક કંપનીમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે 3,600 કરોડની કિંમત ધરાવતું 803 કિલો ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે ATS દ્વારા તપાસ (Narcotics in Gujarat) કરવામાં આવી રહી છે. જ્યારે વડોદરાના સાવલી ફેક્ટરીમાં પકડાયેલું ડ્રગ્સ કેસમાં પોલીસે સુરતના મહેશ વૈષ્ણોની અટકાયત કરી છે. મહેશ વૈષ્ણવ મોટા વરાછા ખાતે આવેલા માર્વેલ લક્ઝરીયા બિલ્ડિંગમાં રહે છે. મૂળ ધોરાજીનો અને સાડીના કામકાજ સંકળાયેલા મહેશની અટકાયત બે દિવસ પહેલા સુરત ખાતેથી થઈ હતી. લક્ઝરીયસ ફ્લેટમાં તેની પત્ની અઢી વર્ષથી રહે છે. જોકે મહેશની આ સમગ્ર મામલે શું ભૂમિકા છે તે આવનારા સમયમાં ATS ખુલાસો કરશે.

આ પણ વાંચોમુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈનના કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટે આરોપીના કર્યા રિમાન્ડ મંજૂર

બે દિવસથી પતિ સાથે કોઈ સંપર્ક નથી 42 વર્ષીય મહેશ વૈષ્ણવની અટકાયત મામલે પત્નીએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા છથી સાત લોકો આવ્યા હતા. મને કોઈ જાણ કર્યા વગર જ મારા પતિની અટકાયત કરી હતી. બે દિવસથી પતિ સાથે કોઈ (Surat Crime Case) સંપર્ક નથી હું સતત ચિંતામાં છું. તેમની અટકાયત (Drug smuggling in Gujarat) કરીને ક્યાં લઈ જવામાં આવ્યા છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમની અટકાયત અંગે પણ મને કોઈ જાણકારી નથી..

Last Updated : Aug 17, 2022, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details