ગુજરાત

gujarat

ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં સુરતના ખેલાડીઓનો દબદબો

By

Published : Nov 26, 2021, 4:20 PM IST

સુરતમાં 21 નવેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22 (gujarat state weightlifting championships 2021-22)નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આખા ગુજરાતમાંથી કુલ 150 જેટલા સ્પર્ધાકોએ ભાગ લીધો હતો, જેમાં સુરતના ખેલાડીઓ (players from Surat)નો દબદબો જોવા મળ્યો.

ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં સુરતના ખેલાડીઓનો દબદબો
ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં સુરતના ખેલાડીઓનો દબદબો

  • વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 150 સ્પર્ધકોએ ભાગ લીધો
  • અમદાવાદ, સુરત, રાજકોટ વગેરે શહેરોના સ્પર્ધકોએ ભાગ લીધો
  • સુરત વેઇટલિફ્ટિંગ ક્લબના અન્ય 7 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

સુરત: તાજેતરમાં 21 નવેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22 (gujarat state weightlifting championships 2021-22)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન સુરત શહેરના મગદલ્લા ગામ ખાતે સી.બી. ભંડારી હાઇસ્કુલ (cb bhandari high school magdalla surat)માં કરવામાં આવ્યું હતું.

150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

જાન્યુઆરી 2022માં ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે આયોજિત થનારી નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતના 4 ખેલાડી ક્વોલિફાઇ.

યુથ અને જુનિયર – બોય્ઝ એન્ડ ગર્લ્સની સ્ટેટ વેઇટલિફ્ટિંગ (youth and junior - state weightlifting for boys and girls)માં રાજ્યના અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, જામનગર, મહેસાણા, આણંદ, નવસારી વગેરે શહેરોમાંથી કુલ 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં સુરતના 4 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી (4 players from Surat won gold medals) IWF દ્વારા જાન્યુઆરી 2022માં ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે આયોજિત થનારી નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ક્વોલિફાઇ થઇ જિલ્લા તથા રાજ્યનું ગૌરવ વધાર્યુ હતું.

કોને કોને મળ્યો ગોલ્ડ?

નિલેશ યાદવે (યુથ) 102+ કિગ્રા કેટેગરીમાં 217 કિલો, આયુષી ગજ્જરે (જુનિયર) 81 કિગ્રા કેટેગરીમાં 148 કિલો, હેતવી લિંબાણીએ (યુથ) 64 કિગ્રા કેટેગરીમાં 102 કિલો અને વિધા શર્માએ (યુથ) 59 કિગ્રા કેટેગરીમાં 120 કિલો વેઇટ લિફ્ટ કર્યું હતું. આ રીતે આ ચારેય ખિલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

અન્ય 7 ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો

સુરત વેઇટલિફ્ટિંગ ક્લબ (surat weightlifting Club)ના બીજા 7 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ ઉપરાંત સુરત વેઇટલિફ્ટિંગ ક્લબ (surat weightlifting Club)ના બીજા 7 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. પાયલ જૈને (યુથ) 45 કિગ્રા કેટેગરીમાં 70 કિલો, જય ડાંખરાએ (યુથ) 96 કિગ્રા કેટેગરીમાં 111 કિલો, પ્રિન્સ પાલાવતે (જુનિયર) 76 કિગ્રા કેટેગરીમાં 174 કિલો, ગૌરવ રાંકાએ (યુથ) 81 કિગ્રા કેટેગરીમાં 176 કિલો, તાજ ઝાલાવાડીયાએ (યુથ) 61 કિગ્રા કેટેગરીમાં 117 કિલો, રાજદીપ શેખાવત (યુથ) 102 + કિગ્રા કેટેગરીમાં 92 કિલો અને પ્રિયા ગહેલોતે (યુથ) 71 કિગ્રા કેટેગરીમાં 95 કિલો વેઇટલિફ્ટ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

5 ખેલાડીઓને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

હર્ષિલ ડાંખરા, અર્પિત ચોટીયા, કોમલ દેવ્રપલ્લિ, અર્પિત ભદીયાદરા અને અવિનાશ પટેલે સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમજ કલિ પાંડેએ બ્રોન્ઝ મેડલ મેળવી સુરત વેઇટલિફ્ટિંગ ક્લબનું તથા સમગ્ર સુરત શહેરનું ગૌરવ વધાર્યુ છે. આ તમામ ખેલાડીઓને સુરત વેઇટલિફ્ટિંગ ક્લબના સંચાલકોએ અભિનંદન પાઠવ્યા છે તથા રાજ્યમાં સુરતના 4 ખેલાડીઓનું ક્વોલિફાઇ થતા નેશનલ ચેમ્પિયનશિપ માટે પણ અભિનંદન પાઠવ્યા છે. આજ રીતે સારૂ પ્રદર્શન કરી દેશમાં સુરતનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે માત્ર 8 વર્ષ જૂની ઓઈલ રીંગનું થશે ભંગાણ

આ પણ વાંચો:અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details