- સરકારી ડોક્ટર્સે સરકાર સામે બાંયો ચઢાવી
- સરકાર દ્વારા શરૂ કરાયેલા લાભ આપવા માગ
- સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસ સુધી સાઈકલ યાત્રા યોજી કર્યો વિરોધ
સુરતઃ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે સરકાર સામે બાંયો ચઢાવી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા લાભ શરૂ કરવાની માગ સાથે તમામ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. સિવિલ કેમ્પસમાં ડોક્ટર્સે ભેગા મળીને સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસ સુધી સાઈકલ યાત્રા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ડોક્ટર્સે સાંજ સુધીમાં નિર્ણય ન આવે તો ભજન સંધ્યા યોજવાનો નિર્ણય કર્યો હતો.
સરકારી ડોક્ટર્સે સરકાર સામે બાંયો ચઢાવી આ પણ વાંચોઃવેપારીઓની માંગ: સરકાર સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરે અથવા તો બજારો ખુલ્લાં કરવા પરવાનગી આપે
100થી વધુ ડોક્ટર્સે સિવિલ કેમ્પસમાં ડોકટર રેલી યોજી
સરકાર દ્વારા બંધ કરાયેલા લાભો ફરી શરૂ કરવાની માગને લઈ સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો હડતાળ પર ઉતર્યા હતા. સિવિલ કેમ્પસમાં ડોક્ટર્સ ભેગા થઈ સિવિલ હોસ્પિટલના ડીન ઓફિસ સુધી સાયકલ યાત્રા યોજી પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ જો સાંજ સુધીમાં નિર્ણય ન આવે તો ભજન સંધ્યા યોજવામાં યોજાશે તેવી ડોક્ટર્સે હાકલ કરી હતી. હડતાલની અસર દર્દીઓનું વધુ દર્દ વધશે તેમ કહી શકાય છે.
સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસ સુધી સાઈકલ યાત્રા યોજી કર્યો વિરોધ દોઢ વર્ષથી જીવના જોખમે કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે ડોક્ટર્સ
હડતાળ પર ઉતરેલા ડોક્ટર પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આજે મેડિકલ ટીચર એસોસિએશન તેેમજ ગુજરાતના તમામ મેડિકલ ટીચર એસોસિએશન નોનકોવિડ કામગીરીથી દૂર રહ્યા છે. કોવિડ અને ઇમરજન્સી સેવા ચાલુ રાખી છે. સાત દિવસ પહેલા ગવર્મેન્ટ ટીચર એસોસિએશન તરફથી 15 માગણીઓ અંગે લેટર સરકાર સબમિટ કર્યું છે. અમે સરકારને માગણી કરી છે કે, જે ડોક્ટર છેલ્લા દોઢ વર્ષથી રાતદિવસ કોવિડમાં કામ કરી રહ્યા છે. એક પણ વખત ડોકટર્સે એમ ન કીધું કે, અમે કોવિડમાં કામ નહીં કરીએ તો એ ડોકટરોને ખરેખર માગ છે. ડોક્ટર્સે કેટલીક માગણીઓ કરી છે, જે પૈકી તમામ એડહોક ડોક્ટર શિક્ષકોની સેવા વિનિયમિત કરવામાં આવે. એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે, રેગ્યૂલર ડોક્ટર શિક્ષકોની બાકી રહેલી સેવા વિનિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે એ જ સ્થાયી ઠરાવથી આદેશ કરવામાં આવે.
સરકાર દ્વારા શરૂ કરાયેલા લાભ આપવા માગ આ પણ વાંચોઃજામનગરમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ
7મા પગાર પંચ મુજબ પગાર આપવા ડોક્ટર્સની માગ
વર્ષ 2017થી 7મા પગાર પંચ મુજબ નવા NPA અને પર્સનલ પે મંજૂર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ 2,37,500 રૂપિયા કરવામાં આવે, CAS અને ટિકૂ માટે ઈલિજેબલ ડોક્ટર શિક્ષકોને CAS અને ટીકૂના આદેશો તુરંત કરવામાં આવે. તબીબી વિક્ષણમાં બાકી રહેલ માત્ર એડહોક ટ્યુટરને 7 માં પગાર મુજબનો પગાર 1-1-2016 થી મંજુર કરવામાં આવે તેવી જ રીતે GMERSમાં Lien પર ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને 7માં પગારપંચ મુજબ પગાર આપવો, CAડ બાદ નામાભિધાનની 2017 થી પડતર ફાઈલનો તુરંત આદેશ કરવામાં આવે, બાકી રહેલ 15% સીનીયર ટ્યુટર માટે ત્રીજું ટીકૂ અને 10 ટકા સિનીયર પ્રાધ્યાપકો માટે HAGના આદેશો તુરંત કરવામાં આવે, તમામના DPCના તુરંત આદેશો કરવામાં આવે.જો સાંજ સુધીમાં કોઈ નિર્ણય ના આવે તો ભજન સંધ્યા યોજાશે.